રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 કોરોના કેસ સામે આવે છે, કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત

રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 કોરોના કેસ સામે આવે છે, કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત
  • રાજકોટમાં આજે વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ આંક 4585 પર પહોંચ્યો છે.
  • રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 પોઝિટિવ કેસ સામે આવે છે.

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. ત્યારે હવે રાજકોટમા જિલ્લા કલેક્ટરની કચેરીમાં કોરોનાનું સંક્રમણ પહોંચી ગયું છે. ખુદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન (remya mohan) કોરોના સંક્રમિત થયા છે. રેમ્યા મોહનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. જોકે, ઘરે રહી તેઓ પોતાની રૂટિન કામગીરી ચાલુ રાખશે. 

આ પણ વાંચો : ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મામલે શુ કહ્યું નીતિન પટેલે... 

રાજકોટમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ આંક 4585 પર પહોંચ્યો છે. રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 પોઝિટિવ કેસ સામે આવે છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા ST, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. રાજકોટના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં પહેલીવાર કોઈ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ, તમામના ટેસ્ટ બાદ શરૂ થશે ચોમાસું સત્ર  

રાજકોટમાં લોકડાઉન થવું જોઈએ કે નહિ તે અંગે ઝી 24 કલાકે રાજકોટવાસીઓનો મત જાણ્યો હતો. ત્યારે રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટના સોનીબજાર બાદ આજથી દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન જોવા મળ્યું છે. બપોરના 3 વાગ્યા બાદ વેપારીઓ આંશિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી આ આંશિક લોકડાઉન રહેશે. ગત શનિવાર થી 19 તરીખ સુધી સોનીબજારના વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું. જોકે, સોની બજાર અને દાણીપીઠ એસોસિયેશનના પગલે દિવાનપરા કાપડ માર્કેટ પર પણ અસર જોવા મળી છે. કોરોના વધુ ન ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4585 ને પાર જોવા મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news