મિશન 2022 ભાજપ સામે કોંગ્રેસે જાહેર કરી ચાર્જશીટ, મોઢવાડીયાએ કહ્યું; '27 વર્ષમાં ગુજરાત અધોગતિ તરફ ગયું...'

Gujarat Election 2022: રાજકોટમાં અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ સરકાર સામે કોંગ્રેસે તોહમતનામું રજૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગુજરાતની શું સ્થિતિ કરી છે તે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મિશન 2022 ભાજપ સામે કોંગ્રેસે જાહેર કરી ચાર્જશીટ, મોઢવાડીયાએ કહ્યું; '27 વર્ષમાં ગુજરાત અધોગતિ તરફ ગયું...'

Gujarat Assembly Election 2022: દિવ્યેશ જોશી/રાજકોટ: વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે આજે (રવિવાર) કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું છે. રાજકોટમાં અર્જુન મોઢવાડીયાએ પ્રજા સમક્ષ કોંગ્રેસે તોહમતનામુ રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. 

રાજકોટમાં અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ સરકાર સામે કોંગ્રેસે તોહમતનામું રજૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગુજરાતની શું સ્થિતિ કરી છે તે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1960 થી 95 સુધી કોંગ્રેસની સરકાર હતી. પ્રાથમિક શાળાઓ કોલેજો કોંગ્રેસે બનાવી, પણ ભાજપે 6 હજાર શાળાઓ બંધ કરી અને એકપણ નવી બનાવી નથી. ગુજરાતમાં સરકારી દવાખાના પણ કોંગ્રેસે બનાવ્યા પણ ભાજપે એક પણ બનાવ્યા નથી. રાજ્યમાં પાણીના ડેમો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે કંઈ કર્યું નથી.

અર્જુન મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનું કામ કોગ્રેસ કર્યું. એસટી ડેપો કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે વેચવાનું કામ કર્યું છે. બંદરો પણ કોંગ્રેસે બનાવ્યા, પણ ભાજપે દરિયા કાંઠો વેચવાનું કામ કર્યું છે. ઉદ્યોગકાર માટે અમે લોન અને સબસીડી આપી, ભાજપે તે બંધ કરી. હાલ ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. માથાદીઠ આવકમાં ગુજરાતનું સ્થાન પ્રથમના બદલે છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં ૩૧.૫ લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ૬.૪ કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી પર ૬૩ હજારનું દેવું છે. 27 વર્ષમાં ભાજપે ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે, પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટીમાં 200% વધારો અને ડીઝલમાં 800% વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું મુખ્ય કારણ એક્સાઈઝ ડ્યુટી છે. ભાજપે પેટ્રોલ ડીઝલ મોંઘા કર્યા, રસોડાના ખર્ચ પણ બમણો કર્યો, ગુજરાતમાં ખાદ્ય પદાર્થો પણ સોથી મોંઘા કર્યો, ગેસ સિલિન્ડરમાં સબસીડી પણ બંધ કરી દીધી. હાલમાં ગુજરાતનું દેવું 4 લાખ કરોડને આબી ગયું છે.

મહત્વનું છે કે, કૉંગ્રેસનું 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. અર્જુન મોઢવાડીયાએએ કહ્યું કે કૉગ્રેસ ભાજપની સરકાર સામે આરોપનામું લઇને આવી છે. કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news