RAJKOT: બ્યુટી પાર્લરો ખુલતા એક જ દિવસમાં 15000 લોકોનું એડવાન્સ બુકિંગ

RAJKOT: બ્યુટી પાર્લરો ખુલતા એક જ દિવસમાં 15000 લોકોનું એડવાન્સ બુકિંગ

* 15 હજારથી વધુ લોકોનું બુકીંગ, બ્યુટીપાર્લરો સવારથી જ હાઉસફુલ

ગૌરવ દવે/રાજકોટ : હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને બ્યુટીપાર્લરમાં ધસારો રહેતો હોય છે ત્યારે કોરોનાના કારણે સલૂનો બંધ કરાયા હતા. તેમાં છૂટછાટ મળતા જ બ્યુટીપાર્લરમાં અઠવાડિયાના એડવાન્સ બુકિંગ થઈ ગયા છે અને સૌથી વધુ બુકિંગ દુલ્હન દુલ્હાના થયા છે. આશરે 15 હજારથી વધુના બુકિંગ થયા છે. શાજ-શણગાર માટે લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.

દુકાન ખોલવાની મંજૂરી મળી જતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. આજે સવારે 9.00 કલાકથી દુકાન શરૂ થઇ જશે. અત્યારે વેપારીઓને અડધો દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી છે. ગુરુવારે સરકારે અનલોકની જાહેરાત થતાં રાજકોટમાં મહિલાઓએ બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવ્યાં હતાં. લોકડાઉનને કારણે અત્યારસુધી બ્યુટીપાર્લર પણ બંધ હતા. બ્યુટીપાર્લર ખોલવાને મંજૂરી મળતાં ગુરુવારે સાંજે એડવાન્સ બુકિંગ થઇ ગયાં હતાં. રાજકોટમાં અંદાજિત 15 હજારથી વધુ બુકિંગ થયાં છે અને સૌથી વધુ હેર ટ્રીટમેન્ટ માટે બુકિંગ થયાં હોવાનું બ્યુટિશિયન કૃણાલભાઈ ગોહિલે જણાવ્યું હતું. 

રાજકોટમાં પ્રથવ વખત બપોરે બજારો ખુલ્લી જોવા મળી
સામાન્ય રીતે રાજકોટમાં 10.00 પછી બજાર ચાલુ થતાં હતાં, પરંતુ અત્યારે સવારના 9.00થી બપોરના 3.00 સુધી દુકાનો ખોલવાની મંજૂરી મળતાં હવે રાજકોટના બજાર સવારથી જ ખૂલી જશે. બપોરના 3.00 સુધી જ દુકાન ચાલુ રાખવાની મંજૂરી મળતાં વેપારીઓ લંચ બ્રેક સમયે દુકાન બંધ રાખવાનું ટાળીને પોતાનો વેપાર ચાલુ રાખ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news