RAJKOT: શહેરમાં 65 વર્ષનાં વૃદ્ધે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું, સામે આવ્યું વિચિત્ર કારણ
Trending Photos
રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. માંગરોળમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરે ખુરશીમાં બેસી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ વાઢી નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.સારવાર અર્થે તેમને પહેલા જૂનાગઢ અને હાલ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુલેમાનભાઇ ઘરે એકલા રહેતા હતા. આ દરમિયાન તેમણે ખુરશીમાં બેસીને બ્લેડ વળે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું
જે બાબતની જાણ પાડોશીને થતા તેમણે ફોન કરીને વૃદ્ધના પરિવારજનોને બોલાવ્યા હતા. પરિવારજનોએ ઘરે પહોંચીને પ્રથમ સારવાર માટે વૃદ્ધને માંગરોળ, જૂનાગઢ અને વધારે સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફે બનાવ અંગે માંગરોળ પોલીસને જાણ કરી હતી.
સિવિલ હોસ્પિટલનાં સુત્રો અનુસાર વૃદ્ધ અગાઉ ડ્રાઇવિંગ કરી પોતાનાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા હતા હાલમાં તેઓ નિવૃત જીવે છે સંતામાં તેમણે ચાર પુત્ર અને પાંચ પુત્રી છે. કુલ 9 સંતાનો છે પરિવારનાં અનુસાર વૃદ્ધના માનસિક સ્થિતિ છેલ્લા એખ વર્ષથી નાદુરસ્ત છે તેના કારણે આ પ્રકારે પોતાની રીતે પોતાને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે