સોમનાથમાં બારે માસ મળશે વરસાદનું મીઠું પાણી, ડોઢ કરોડના ખર્ચે નંખાયે RWH પ્લાન્ટ

  ગુજરાત રાજ્યમાં પાણીની અછત નિવારવા સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ ચેકડેમાં તળાવો ઉંડા કરવાની કામગીરી કરી અને જળ સંચય કરવામાં આવી રહ્યુ છે, ત્યારે ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રેઇન હાવેસ્ટીંગ પ્લાન્ટ દોઢ કરોડના ખર્ચ પાણી સંગ્રહ માટે આધુનિક સીસ્ટમ થી બનાવાયો છે.
સોમનાથમાં બારે માસ મળશે વરસાદનું મીઠું પાણી, ડોઢ કરોડના ખર્ચે નંખાયે RWH પ્લાન્ટ

સોમનાથ:  ગુજરાત રાજ્યમાં પાણીની અછત નિવારવા સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ ચેકડેમાં તળાવો ઉંડા કરવાની કામગીરી કરી અને જળ સંચય કરવામાં આવી રહ્યુ છે, ત્યારે ભારત સરકારના પર્યટન વિભાગ દ્વારા બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રેઇન હાવેસ્ટીંગ પ્લાન્ટ દોઢ કરોડના ખર્ચ પાણી સંગ્રહ માટે આધુનિક સીસ્ટમ થી બનાવાયો છે.

આ ટેન્ક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બની છે. જેની ક્ષમતા 3 લાખ 60 હજાર લીટર વોટર સમાવવાની છે. 242 ચોરસ મીટરમાં હોવેસ્ટ પ્લાન્ટ બનેલો છે. જે ટીસીએફ બિલ્ડીંગ છત ઉપર પડતાં વરસાદના પાણીને જુદા જુદા 12 પોઇન્ટ એટલે કે ધોરીયા પાઇપ દ્વારા વરસાદી જળ એકઠું કરી આ પ્લાન્ટમાં ઠલવાશે. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી ભુંકપ અવરોધક છે પાણી પ્રદુષણ મુક્ત રહે છે, અને પ્લાન્ટ આયુષ્ય લાંબુ છે. સંગ્રહીત પાણી સ્તરને જરૂરત મુજબ રિચાર્જ કરી શકાય છે. આમા રહેલ પાણી જમીનમાં કે બાહ્ય પ્રદુષણથી સુરક્ષિત રહે છે. નાનામાં નાની જગ્યા ઉપર ગોળાકાર શિવાય કોઇપણ આકારમાં લગાડી શકાય છે.

આ સીસ્ટમને ખુબ ઓછા ખર્ચ બીજા સ્થળ ઉપર સ્થળાંતર પણ કરી શકાય છે. આ સીસ્ટમ ઉપર ગાર્ડન પણ બનાવી શકાય છે. ટીફેસસી ની છતમાંથી ફક્ત વરસાદી પાણી ચાર ઈંચના પાઇપો દ્વારા આ સીસ્ટમમાં પહોંચશે. આ સીસ્ટમના પાયામાં કોન્કીન્ટ સાથે ઉતમ પ્રકાર 7 જીઓ ટેક્ષટાઇલ મટીરીયલ્સ અને લાઇનર HDPE તળીયામાં બીછાવેલું હોય છે. આ કામગીરી અંદાજે 15 થી 20 દિવસમાં પુરી થઇ છે. આનું પાણી ડહોળું હોતું નથી. આવો જ 3 લાખ લીટર જળ સંગ્રહનો બીજો પ્લાન્ટ ટ્રસ્ટની ડોરમેટરી વિભાગ માટે બની રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણભાઇ લહેરી અને સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા યાત્રિકો પ્રવાસીઓને સ્વચ્છ નર્યું વરસાદનુ મીઠું પાણી મળે તે માટે પ્લાન્ટ ઉપર દેખરેખ સહયોગ આપી રહ્યા છે. 

આ સીસ્ટમ કોઇપણ સી પેજ લીકેજ મુક્ત છે. સોમનાથ ખાતે વિશ્ચ અને ભારતના કરોડો યાત્રિકો પ્રવાસીઓ આવતા રહેતા હોય જે પ્રવાસીઓ માટે આર્શીવાદ રૂપ અને ટ્રસ્ટ માટે વરસાદ ના વહી જતા પાણી નો આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી થી સંચય કરી જળ એજ જીવન છે તેને સાર્થક કરતો આર્શીવાદરૂપ પ્લાન્ટ બનાવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news