સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, અનેક નદીઓમાં પુર આવ્યા

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી સતત મેઘમહેર છે. અલગ અલગ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ભાવનગર બાદ આજે અમરેલી અને રાજકોટમાં પણ વરસાદ આજે પડી રહ્યો છે. અમરેલીનાં ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા પંથકમા પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. 
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, અનેક નદીઓમાં પુર આવ્યા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી સતત મેઘમહેર છે. અલગ અલગ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ભાવનગર બાદ આજે અમરેલી અને રાજકોટમાં પણ વરસાદ આજે પડી રહ્યો છે. અમરેલીનાં ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા પંથકમા પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. 
મુશળધાર વરસાદનાં કારણે ધારીનાં સરસીયા ગામની પદ્માવતી નદીમાં પુર આવ્યું હતું. ધારીમાં વરસાદને પગલે રામબાગ નદીમાં પણ પુર આવ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદનાં કારણે મોટા ભાગની નદી નાળાઓ છલકાઇ રહ્યા છે, સાથે સાથે ખેડૂતોની ખુશી પણ છલકાઇ રહી છે. 

ઉના પંથકમાં ધોધમાર વરસાદ 
ઉનામાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા તાલુકાનાં પડા ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. 

સાવરકુંડલા વરસાદ
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘનઘોર વાદળો છવાયા હતા અને વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના જૂનાસાવર, શેઢાવદર સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. રોડ પણ પાણી પાણી થઇ ગયા હતા. આ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો આનંદમાં જોવા મળી રહ્યા છે.

ધારી પંથકમાં વરસાદ
ધારીના અનેક ગામડાઓમાં વરસાદ વરસતા સરસીયા, અમૃતપુર સહિતનાં ગામોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળતા હતા. ગીર જંગલમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી પહોંચતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news