સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ,  અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ,  અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

અમદાવાદમાં વરસાદ
વહેલી સવારથી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના શિવરંજની, સેટેલાઈટ, શ્યામલ વિસ્તાર, પ્રહલાદ નગર, એસજી હાઈવે, આનંદ નગર, રામોલ, બાપુનગર, ઘોડાસર, ઓઢવ, નિકોલ, મણિનગર, અમરાઈવાડી, દાણીલીમડા, સાણંદ અને વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હજુ પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. 

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં
સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલીમાં વરસાદ તૂટી પડ્યો છે. ભાવનગરના સિહોર તેમજ પાલીતાણામાં વરસાદ નોંધાયો છે. સિંહોરના ટાણા, વરલ, રાજપરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. રાજુલા શહેરમાં વરસાદ પડવાથી રોડ પર પાણી વહેતા થયા છે. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર સરોવડા, ટીબી જેવા ગામમાં વરસાદ નોંધાયો છે. રાજુલાના વિક્ટર, ચારોડ્યા, છતડિયા આસપાસ ગામોમાં વરસાદ છે. 

ઉત્તર ગુજરાતમાં વરસાદ 
ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાબરકાંઠા જિલ્લામાં  મોડી રાતે અને વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ, વડાલી અને ખેડબ્રહ્મા, પોશીના, ઇડર અને વિજયનગરમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને બટાટાનું વાવેતર થયું છે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા અને ઈસરોલમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news