નવરાત્રી પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતા વધી

અમદાવાદના(Ahmedabad) અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ઉકળાટથી લોકોને શાંતિ મળી હતી ગરમીથી લોકોને રાહત મળી હતી. અને શહેરના વાતાવરણ(Atmosphere)માં ઠંડક પ્રસરી હતી. વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.

નવરાત્રી પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતા વધી

અમદાવાદ: વહેલી સાવરથી શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ઉકળાટથી લોકોને શાંતિ મળી હતી ગરમીથી લોકોને રાહત મળી હતી. અને શહેરના વાતાવરણ(Atmosphere)માં ઠંડક પ્રસરી હતી. વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો. 

શહેરના નરોડા, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, વટવા, ઈસનપુર, પીપળજ, લાલદરવાજા, રાયપુર, એસજી હાઈવે, પ્રહલાદનગર, ગીરધરનગર, બાપુનગર અને અસારવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે પવન ફુંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા.

સુરત : પહેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, બાદમાં વાલીઓનું ટોળુ શિક્ષક પર તૂટી પડ્યું

મહત્વનું છે, કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ગરબા રશીકો અને આયોજનકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો વધારે વરસાદ પડશે તો નવારાત્રીમાં ગરબાનું આયોજન થતા મેદાનોમાં પાણી ભરાવાનો ભય છે જેથી આયોજનકોમાં ચિંતા જોવા મળી રહી છે.

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news