રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ, ભરૂચના હાસોદમાં સૌથી વધુ 3 ઇંચ


ગુજરાતમાં જો આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 251 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ, ભરૂચના હાસોદમાં સૌથી વધુ 3 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. અત્યાર સુધી રાજ્યના બધા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે. તો રાજ્યમાં અમુક જગ્યાએ તો સરેરાશ કરતા વધુ વરસાદ પડી ગયો છે. જો છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 85 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરૂચ, દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો અન્ય જગ્યાએ છૂટોછવાયો વરસાદ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના હાસોદમાં સૌથી વધુ 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો દાહોદમાં અઢી ઇંચ અને ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય મોરબીના કંટારા અને દાહોદના દેવગઢ બારિયામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આણંદના તારાપુર અને ભાવનગરના પાલિતાણામાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 85 તાલુકામાં વરસાદ પડ્યો છે. 

આવતીકાલથી શ્રાવણ શરૂ, મંદિરોમાં અભિષેક નહિ થાય, માસ્ક વગર પ્રવેશ મળશે નહીં

અત્યાર સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ
ગુજરાતમાં જો આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 251 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધી 36.08 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના બે તાલુકામાં 1 હજાર મિમીથી વધારે વરસાદ થયો છે. તો 501થી 1000 મિમી વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 33 છે. તો બે તાલુકા એવા છે જ્યાં અત્યાર સુધી 50 મિમી કરતા પણ ઓછો વરસાદ થયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news