કચ્છમાં કરા સાથે વરસાદ, લોંગડી ગામમાં માછલીઓનો વરસાદ, શું છે કુદરતનો સંકેત?

સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે. બહાર નિકળે તો કોરોના અને અંદર રહે તો ગરમી પરેશાન કરી રહી છે. તેવામાં કચ્છનાં ભચાઇના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ભારે કુતુહલનું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત મહામારી વચ્ચે વરસાદનાં કારણે શરદી ઉધરનાં કિસ્સાઓ વધે તેવી શક્યતાઓને જોતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ભચાઉમાં આખો દિવસ ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. 
કચ્છમાં કરા સાથે વરસાદ, લોંગડી ગામમાં માછલીઓનો વરસાદ, શું છે કુદરતનો સંકેત?

કચ્છ : સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે. બહાર નિકળે તો કોરોના અને અંદર રહે તો ગરમી પરેશાન કરી રહી છે. તેવામાં કચ્છનાં ભચાઇના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ભારે કુતુહલનું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત મહામારી વચ્ચે વરસાદનાં કારણે શરદી ઉધરનાં કિસ્સાઓ વધે તેવી શક્યતાઓને જોતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ભચાઉમાં આખો દિવસ ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. 

જો કે ભચાઉના તંત્રની વરસાદ મુદ્દે પણ પોલ ખુલી ગઇ હતી. માત્ર સામાન્ય ઝાપટામાં જ વિજળી ગુલ થઇ ગઇ હતી. જો કે બે તબક્કામાં આવેલા વરસાદમાં પહેલા સામાન્ય વરસાદ બાદ બીજો વરસાદ આવ્યો તો શેરીમાં પાણી વહેતા થઇ ગયા હતા. ભારે પવન સાથે વરસેલા તોફાની વરસાદનાં પગલે વિજળી પણ ગુમ થઇ ગઇ હતી. જેના કારણે લોકો મુશ્કેલ સ્થિતીમાં મુકાયા હતા. 

બીજી તરફ ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં તો કરાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગામમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ભચાઉની ઉત્તર દિશાએ આવેલા ખારોઇ અને ચોબારીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે આ પાકને કારણે અનેક બાગાયતી પાકોને નુકસાન થશે. આ ઉપરાંત સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. કાણ કે ભારે પવનના કારણે કાચી કેરીઓ આંબા પરથી જ ખરી પડશે. જેના કારણે કેરીના પાકને ખુબ જ નુકસાન થશે. આ ઉપરાંત અનેક બાગાયતી પાકોને પણ નુકસાન થશે. 

મહુવાના લોંગડી ગામે માછલીઓનો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે મહુવા તાલુકાના લોંગડી ગામમાં કમોસમી વરસાદની સાથે માછલીઓનો વરસાદ થતા આશ્ચર્ય ફેલાયા હતા. જો કે માછલીઓ પડવાની ઘટનાથી લોકોમાં અનેક પ્રકારની શંકા અને આશંકાઓ પણ સેવવામાં આવી રહી હતી. લોકોમાં કુદરતનો કોપ હોવા જેવી અનેક વાતો વહેતી થઇ હતી. તો કોઇ વળી પ્રલય નજીક આવી ગયો હોવાનો સંકેત પણ આ ઘટનાને ગણાવી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news