હવે ખમૈયા કરો! ગુજરાતમાં વેપારીઓ માથે હાથ મૂકીને રોયા! માલ પાણી પાણી, ભારે પવન, ગાજવીજ સાથે કરાનો VIDEO વાયરલ
Trending Photos
નરેશ ભાલીયા/જેતપુર: સૌરાષ્ટ્રમાં એક બાદ એક કમોસમી માવઠા થઈ રહ્યા છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારના આજે સવારથી જ ભારે બફારો જોવા મળ્યો હતો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતલસર, સાંકળી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ હતો અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલ વેપારીની જણસી પલળી હતી.
માવઠાને કારણ યાર્ડમાં ઘઉં, ધાણા, મરચાં, જેવી જણસી પલળી ગયા હતા. માવઠાને કારણ યાર્ડમાં જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળવા મુદ્દે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન કમોસમી વરસાદની કોઈ આગાહી ન હોવાનું કહ્યું હતું. તેમજ યાર્ડ સેડ માટેની પ્લાનના કામગીરી ચાલુ છે તેવું જણાવ્યું હતું.
જૂનાગઢ ચોકી વચ્ચે ભારે પવન સાથે કરા પડતા હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. સાથે જ ભારે પવનના કારણે સાંકળી ગામ પાસે હાઇવે પર આવેલ રાજાણી ચા કંપનીમાં ભારે પવનના કારણે પતરા ઉડતા અગાસી ઉપર કામ કરી રહેલ બે લોકો ઇજાગ્રસ્ત થતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે