24 કલાકમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ, ઉમરપાડા અને ઉંમરગામમાં 4 ઈંચ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી
હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ છે. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે. આશરે દસ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જિલ્લાના વડા મથક વ્યારામાં પણ વરસાદ શરૂ છે. અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ શરૂ છે. તાપીમાં આજે સવારે 6 થી 8 કલાક દરમ્યાન પડેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, ડોલવણમાં 5 મિમી, વ્યારામાં 62 મિમી,
વાલોડમાં 1 મિમી, સોનગઢમાં 71 મિમી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં વરસાદ નહિવત છે.
અરવલ્લી જિલ્લામાં સવારે 6 થી 8 વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મેઘરજ અને મોડાસા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો માલપુર, બાયડ, ધનસુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ચોમાસુ પાકને જીવતદાન મળ્યું છ. હાલ સમગ્ર જિલ્લામાં સામાન્ય ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે