સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ? પ્રેમિકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો, જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા

ખટોદરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ નજીક જાહેરમાં જ ઉશ્કેલાયેલા પ્રેમીએ પ્રેમિકા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે હુમલાખોર નાસી જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ? પ્રેમિકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો, જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા

ચેતન પટેલ/સુરત: સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સહેજમાં બનતા રહી ગઈ હતી. ખટોદરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ નજીક જાહેરમાં જ ઉશ્કેલાયેલા પ્રેમીએ પ્રેમિકા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે હુમલાખોર નાસી જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે પ્રેમિકા પર પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો હતો. જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમી ફરાર થઈ ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે સુરત નવી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ઇજાગ્રસ્ત યુવતીની વધુ સારવાર તબીબો દ્વારા શરૂ કરવામાં આવી હતી. માથાના ભાગે કાન નજીક યુવતીને ઈજાઓ પહોંચી હતી.

પ્રેમી વિષ્ણુ વસાવા દ્વારા કોઈ બાબતે અણબન બનતા જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ પ્રેમી નાસી છૂટ્યો હતો. જેથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. હાલ તબીબો દ્વારા યુવતીને સારવાર આપવાની સાથે સાથે એમએલસી પણ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news