રાહુલ ગાંધી : અત્યારે પૈસા અને સત્તાનો પાવર જોવા મળી રહ્યો છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની એક દિવસની મુલાકાત છે. એડીસી બેન્ક દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાની કેસમાં તેઓ કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. જ્યાં તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જોકે, આ સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તી આપી છે.
Trending Photos
અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની એક દિવસની મુલાકાત છે. એડીસી બેન્ક દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાની કેસમાં તેઓ કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. જ્યાં તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જોકે, આ સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તી આપી છે. રાહુલ ગાંધી કોર્ટમાંથી સીધા એનેક્ષી ખાતે જવા રવાના થયા છે, જ્યાં તેઓ કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરવાના છે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધી હાલ કોંગ્રેસના અધ્યક્ષ નથી. તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. આથી કોંગ્રેસના ધારાસભ્યો સાથેની એનેક્ષી ખાતેની મુલાકાત માત્ર ઔપચારિક રહેશે. તેઓ અમદાવાદ આવ્યા છે એટલે આ એક માત્ર શુભેચ્છા મુલાકાત રહેવાની છે. તેમાં સંગઠન અંગે કોઈ વિશેષ ચર્ચા કરવામાં આવશે નહીં.
રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાંના બે ધારાસભ્યએ ઝી 24 કલાકને જણાવ્યું કે, "રાહુલ ગાંધી સાથે અમારી મુલાકાત માત્ર ઔપચારિક હતી. તેમણે અમારી સાથે સામાન્ય વાતચીત કરી હતી. મુલાકાતનો કોઈ એજન્ડા કે વિષય ન હતો કે કોઈ વિશેષ ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી."
એરપોર્ટ રવાના થતાં પહેલા રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જેટલા આક્રમણ થશે એટલું અમે લડીશું. કોર્ટની પ્રક્રિયાને ફોલો કરી છે. ગુજરાત, બિહાર, મુંબઈમાં કેસ થયા છે. મને દબાવાનો પ્રયાસ છે, પરંતુ હું કોઈનાથી ડરતો નથી. હું ઊભો રહીશ અને લડીશ. આ ભ્રષ્ટાચાર, અત્યાચાર સામેની લડાઈ છે. ભાજપ પૈસા આપીને, ધમકાવીને સરકાર પાડી શકે છે. સુરતમાં પણ હું ફરીથી તમને મળીસ. અત્યારે પૈસા અને સત્તાનો પાવર છે, આ તેમની રીત છે."
રાહુલ ગાંધી એનેક્ષી ખાતે કોંગ્રેસના ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કર્યા પછી એરપોર્ટ પર જવા માટે નિકળી ગયા છે. રાહુલ ગાંધી ઈન્ડિગો ઍરલાઇન્સ ની કોમર્શિયલ ફલાઇટ માં દિલ્હી જઇ રહ્યા છે. એરપોર્ટ પર તેમને વિદાય આપવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી પહોંચી ચૂક્યા છે.
આ અગાઉ એડીસી બેંકના માનહાનિ કેસ મામલે આજે રાહુલ ગાંધી ઘીકાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સમક્ષ તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી. 15 હજારના બોન્ડમાં અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોગ્રેસના સમર્થકો હાજર રહ્યા છે. જામીન મળ્યાના સમાચાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા.
Gujarat: Rahul Gandhi leaves from Ahmedabad Metropolitan Court, after he was granted bail, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. pic.twitter.com/gsf2QcPMD9
— ANI (@ANI) July 12, 2019
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું કે, સમન્સ ઇસ્યુ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જામીન લેવાની કોઈ જરૂર નથી. જ્યારે કાઉન્ટર રજુઆતમાં એડીસીના વકીલે કહ્યું કે, જામીન માટે રજુઆત કરવી પડે, ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે. કોર્ટે રાહુલ ગાંધીને બીજા સવાલમાં પૂછ્યું કે શું તમને ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા પર લગાવેલા તમામ આરોપોમાં હું નિર્દોષ છું.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે