કોંગ્રેસ ફરી સોફ્ટ હિન્દુત્વના માર્ગે, દ્વારકાધીશના સાંનિધ્યમાં યોજાનાર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવે તેવી શક્યતા!

રાહુલ ગાંધી 25મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં ચિંતિન શિબિરનું ઉદ્દઘાટન કરવા આવે તેવી શક્યતા પ્રદેશ કોંગ્રેસે વ્યક્ત કરી છે. દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર યોજવામાં આવશે. આ શિબિરનું ઉદ્દઘાટન કરવા રાહુલ ગાંધી આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસ ફરી સોફ્ટ હિન્દુત્વના માર્ગે, દ્વારકાધીશના સાંનિધ્યમાં યોજાનાર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવે તેવી શક્યતા!

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ ફરી વર્ષ 2017 ના સોફ્ટ હિન્દુત્વના માર્ગે જઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શનથી કર્યા હતા. ચાલુ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની દ્વારકાધીશના સાન્નિધ્યમાં ચિંતન શિબિર કરવા જઈ રહ્યું છે. ચિંતન શિબિર થકી કોંગ્રેસ સંગઠનમાં પ્રાણ ફુંકી 2022 ની ચૂંટણીની તૈયારીમાં શરૂઆત કરશે. 

જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતમાં વર્ષ 2022ના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, જેને લઈ કોંગ્રેસે આગોતરી તૈયારીઓ આદરી છે, આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારકા ખાતે 25થી 27 ફેબુઆરીએ  ચિંતન શિબિર યોજવાનું આયોજન હાથ ધર્યું છે. આ ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને સંબોધવા માટે પક્ષના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

રાહુલ ગાંધી 25મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં ચિંતિન શિબિરનું ઉદ્દઘાટન કરવા આવે તેવી શક્યતા પ્રદેશ કોંગ્રેસે વ્યક્ત કરી છે. દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર યોજવામાં આવશે. આ શિબિરનું ઉદ્દઘાટન કરવા રાહુલ ગાંધી આવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસને હજુ સુધી રાહુલ ગાંધી હાજરી આપશે તે અંગે કન્ફર્મેશન મળ્યું નથી પરંતુ આમંત્રણ અપાયું છે અને કાર્યક્રમમાં હાજરી આપશે તેવી શક્યતા છે. આ અગાઉ પણ ગુજરાતમાં ચિંતન શિબિર વખતે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા નહોતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news