પુલવામા એટેક પર ગુજરાતના મંત્રી ગણપત વસાવાનું મોટું નિવેદન, 'પાકિસ્તાનને ઠોકી દો, પછી ભલે...'

ગુજરાતના વરિષ્ઠ મંત્રી ગણપત વસાવાએ શનિવારે નિવેદન આપ્યું કે પુલવામા આતંકી હુમલા માટે પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી જરૂરી છે. પછી ભલે તેની કિંમત આગામી લોકસભા ચૂંટણીમાં વિલંબ થાય તે રીતે ચૂકવવી પડે. ગુજરાતના વન, આદિવાસી વિકાસ અને પર્યટન મંત્રી વસાવાએ સુરતમાં એક જનસભામાં 'જેવા સાથે તેવા' જવાબની વકાલત કરી. તેમણે કહ્યું કે લોકસભા ચૂટંણી અગાઉ પાકિસ્તાનમાં પણ એક 'શોકસભા' થવી જોઈએ.  
પુલવામા એટેક પર ગુજરાતના મંત્રી ગણપત વસાવાનું મોટું નિવેદન, 'પાકિસ્તાનને ઠોકી દો, પછી ભલે...'

અમદાવાદ: ગુજરાતના વરિષ્ઠ મંત્રી ગણપત વસાવાએ શનિવારે નિવેદન આપ્યું કે પુલવામા આતંકી હુમલા માટે પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી જરૂરી છે. પછી ભલે તેની કિંમત આગામી લોકસભા ચૂંટણીમાં વિલંબ થાય તે રીતે ચૂકવવી પડે. ગુજરાતના વન, આદિવાસી વિકાસ અને પર્યટન મંત્રી વસાવાએ સુરતમાં એક જનસભામાં 'જેવા સાથે તેવા' જવાબની વકાલત કરી. તેમણે કહ્યું કે લોકસભા ચૂટંણી અગાઉ પાકિસ્તાનમાં પણ એક 'શોકસભા' થવી જોઈએ.  

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે થયેલા આતંકી  હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. જૈશ એ મોહમ્મદના આત્માઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં 100 કિગ્રાથી વધુ વિસ્ફોટકો ભરેલી એક કાર સુરક્ષાદળોની બસ સાથે ટકરાવી હતી. 

ભલે લોકસભા ચૂંટણીમાં મોડું થાય-વસાવા
વસાવાએ કહ્યું કે અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બે મહિનાનું મોડું થશે તો પણ વાંધો નથી. પરંતુ પાકિસ્તાનને પાઠ ભણાવવો જરૂરી છે. 

તેમણે કહ્યું કે 125 કરોડ ભારતીયો ઈચ્છે છે કે આપણા સશસ્ત્ર દળો (પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી) કઈંક કરે. આપણે આપણા સૈનિકોના મોતનો ચોક્કસપણે બદલો લઈશું. આપણને આપણા જવાનો પર પૂરેપૂરો ભરોસો છે. સીઆરપીએફએ પણ કહ્યું કે તેઓ બદલો લેવા માટે સ્થાન અને સમય નક્કી કરશે. 
(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news