લાંચ કેસમાં PSI શ્વેતા જાડેજાની જામીન અરજી નામંજૂર, તપાસ ટીમ જેલમાં પણ કરશે પૂછપરછ
₹45.12 લાખના લાંચ મામલે શ્વેતા જાડેજાની જામીન અરજીનો કોર્ટમા સરકારી વકીલ દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદઃ મહિલા PSI શ્વેતા જાડેજા દ્વારા લાંચ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી છે. ₹45.12 લાખના લાંચ મામલે શ્વેતા જાડેજાની જામીન અરજીનો કોર્ટમા સરકારી વકીલ દ્વારા વિરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે તપાસનિશ અધિકારી દ્વારા કોર્ટમા એફિડેવિટ રજૂ કરવામા આવી હતી કે શ્વેતા જાડેજા સામે ગંભીર આક્ષેપ છે અને હાલ આ કેસની તપાસ કાર્યવાહી ચાલુ છે.
આરોપી PSI તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો છે માટે જામીન આપવામા આવે તો સમાજ પર ખરાબ અસર પડી શકે છે. સહ આરોપી દેવેન્દ્ર ઓડેદરા હાલ ફરાર છે. આવા સંજોગોમાં PSIને જામીન મળે તો કેસને નુકશાન થઈ શકે છે.
મહત્વના મુદ્દે કોર્ટમાં સરકારી વકીલની રજુઆત માન્ય રાખીને મહિલા PSIની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. ઉપરાંત SOG દ્વારા જેલમાં જઈ અને PSIની તપાસ માટેની અરજી પણ કરવામાં આવેલી જે કોર્ટે મંજૂર કરતા પોલીસ શ્વેતા જાડેજાની જેલમાં પણ પૂછપરછ કરશે
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે