PSI આપઘાત કેસ: મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર, આરોપી DySP એન પી પટેલ ભૂગર્ભમાં 

અમદાવાદમાં PSI દેવેન્દ્ર સિંહ રાઠોડના આપઘાત મામલે આખરે પોલીસ ફરિયાદ  નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા.

PSI આપઘાત કેસ: મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર, આરોપી DySP એન પી પટેલ ભૂગર્ભમાં 

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં PSI દેવેન્દ્ર સિંહ રાઠોડના આપઘાત મામલે આખરે પોલીસ ફરિયાદ  નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા ત્યારે ફરિયાદ થતા જ આરોપી DYSP એન.પી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં PSI દેવેન્દ્ર સિંહના આપઘાત મામલે પરિવારના દબાણ બાદ પોલીસે મોડેમોડી ફરિયાદ દાખલ કરી છે. 

Image may contain: 1 person, crowd and shoes

ફરિયાદ દાખલ થયા પછી શુકવારે પરિવારજનો એ દેવેન્દ્રનો મૃતદેહ સ્વીકરવા તૈયાર થયા હતા ત્યારે મૃતદેહ સ્વીકાર્યા બાદ તેને ઘરે લઈ જવાતા પરિવારમાં આક્રંદ હતો અને વાતાવરણ ગમગીની ભર્યું બની ગયું હતું. ત્યારબાદ નિવાસ સ્થાને થી વાડજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી. આ અંતિમ યાત્રામાં દેવેન્દ્ર સિંહના ટ્રેનિગ દરમ્યાનના સાથીદાર PSI મિત્રો પણ અંતિમવિધિમાં જોડાયા હતાં. આ સાથે અન્ય પોલીસકર્મીઓ પણ આ અંતિમવિધિમાં જોડાયા હતાં.

Image may contain: 1 person, outdoor

નોંધનીય છે કે હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી છે, પરંતુ સવાલ એ છે કે આરોપી DYSP એન.પી પટેલને ક્યારે ધરપકડ થાય છે તે જોવું રહ્યું. 

Image may contain: 1 person, standing, crowd and outdoor

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news