બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ અને પૂજારીની હત્યા મામલે દેશભરમાં વિરોધ

બાંગ્લાદેશમાં જે રીતે છેલ્લા થોડા દિવસથી હિન્દુ સમુદાય પર કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરી લોકોને ઉશ્કેરવાનો જે રીતે પ્રયાસ થઇ રહ્યો છે જેના વિરોધમાં અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ અને પૂજારીની હત્યા મામલે દેશભરમાં વિરોધ

મૌલિક ધામેચા, અમદાવાદ: બાંગ્લાદેશમાં જે રીતે છેલ્લા થોડા દિવસથી હિન્દુ સમુદાય પર કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરી લોકોને ઉશ્કેરવાનો જે રીતે પ્રયાસ થઇ રહ્યો છે જેના વિરોધમાં અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા સોલા બીઆરટીએસથી સાયન્સ સિટી રોડ પર શાંતિપૂર્ણ રીતે કીર્તનયાત્રાના માધ્યમથી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે વિશ્વવ્યાપી પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે આ કીર્તનયાત્રામાં વિવિધ બેનરો અને હરેકૃષ્ણણા નાદ સાથે આ યાત્રામાં સમર્થકો અને શ્રધાળુઓ એકઠા થયા.

મહત્વનું છે કે આ કાર્યક્રમ કોઈ ધાર્મિક સમુદાય વિરોધ નહીં પરંતુ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા પૂજારીની હત્યા કરનારાઓ, દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત કરવાની અને પૂજા પંડાલોને સળગાવી દેવાની ધૃણાસ્પદ પ્રવૃતિઓને અટકાવવા સાથે નાગરિકોની જાગૃતિ માટે યોજવામાં આવ્યો.

હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા અનેક મંદિરના મિશનરીઓમા આ મુવમેન્ટ શરૂ કરી જેમાં અનેક હિંદુ સંસ્થાના સભ્યો અને જાગૃત નાગરિકોએ હિન્દુ સંસ્કૃતિને બચાવવા તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમદાવાદની આ કીર્તન યાત્રામાં જગન્નાથ મંદિરણા મહંત દિલીપ દાસજી મહારાજ, કથાકાર ચૈતન્ય શંભુ મહારાજ અને ભાડજ હરે કૃષ્ણ મંદિર થી મુવમેન્ટ ચલાવતા પ્રમુખ જગમોહન કૃષ્ણદાસા પણ જોડાયેલા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news