પહેલા નોરતે પ્રિયંકા ચોપરા પહોંચી અમદાવાદ, ગ્રાઉન્ડ પર દાંડિયા રાસ કર્યો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :રવિવારથી શરૂ થયેલ નવરાત્રિ (Navratri 2019) પર્વને લઇ ખેલૈયાઓમાં પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આયોજકો એ આ વર્ષે વરસાદને લઇ ખાસ નવરાત્રિનું પ્લાનિંગ કરી અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારની ગરબા (Garba) રમવામાં મુશ્કેલી ના આવે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે નવરાત્રિને પગલે અદાણી (Adani) શાંતિગ્રામમાં પણ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે પોતાની આગામી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ (The Sky Is Pink)ના પ્રમોશનમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અમદાવાદ (Ahmedabad) આવી હતી.
11 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે પ્રિયંકા ચોપરા અને કો-સ્ટાર રોહિત સુરેશ શરાફ અમદાવાદના મહેમાન બન્યા હતા. પ્રથમ નોરતે આવનાર પ્રિયંકા ગરબા કરવાનું ચૂકી ન હતી. પ્રિયંકા ચોપરાને પણ ગુજરાતીઓએ ગરબાના સ્ટેપ કરાવ્યા. તેણે દાંડિયાની રમઝટ બોલાવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે