રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ

અમદાવાદ : રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું 10મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારી ચેનલ દ્વારા સંતાનોને ભણવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાને સર્વાઇવલના પ્રશ્નો થતા આ નિર્ણય કરયાનો દાવો થઇ રહ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયો મોટા ભાગની શાળાઓ જોડાય તેવી શક્યતા છે. 

ચાર મહિના પહેલા પણ શાળા સંચાલકોમાં ભાગલા પડ્યા હતા. ઓનલાઇન શિક્ષણ બંધ કરવાને લઇને વિવાદ સર્જાયો હતો. કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થી પાસેથી ફી વસુલવા ઉઘરાણીના ફોન કરીને રીતસર ધમકી આપી હતી. ફી ચુકવો નહી તો ઓનલાઇન શિક્ષણ બંધ થઇ જશે તેવી ધમકી પણ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news