અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધરે કર્યું શાળાની મહિલા સફાઈ કર્મચારીનું અપમાન

પીડિત મહિલાને ન્યાય અપાવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ જાત માહિતી મેળવી અને શાળામાં કર્યો સૂત્રોચ્ચાર 
 

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધરે કર્યું શાળાની મહિલા સફાઈ કર્મચારીનું અપમાન

અમદાવાદઃ અમદાવાદ શહેરના મધ્યમાં આવેલી પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર દ્વારા એક સફાઈ મહિલા કર્મચારીનું અપમાન કર્યાનું ઘટના સામે આવી છે. આ મહિલાએ ફરિયાદ કરી હોવા છતાં ન્યાય ન મળતાં તેણે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાને સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ એવા ફાધરે શાળામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી મહિલાને એમ કહ્યું હતું કે, "તમે ગુજરાતી લોકો લુચ્ચા હોવ છે. તમે નોકરીને લાયક જ નથી."

આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે તેની ફરિયાદ ધ્યાને લીધી ન હતી. આથી, પીડિત મહિલાને સાથે લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના સેન્ટ ઝેવિયર્સ શાળાએ પહોંચી હતી. અહીં તેમણે માગ કરી હતી કે, આ પ્રકારનું વર્તન કરનારા પ્રિન્સિપાલ ફાધર અને ઓફિસ સુપ્રીટેન્ડન્ટે મહિલાની માફી માગવી જોઈશે. જો તેઓ માફી નહીં માગે તો આંદોલન કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news