રાજ્યભરમાં આવેલી પ્રાથમિક શાળાના વર્ગો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા

ગુજરાતમાં ધોરણ 9થી 12ની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. 

રાજ્યભરમાં આવેલી પ્રાથમિક શાળાના વર્ગો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા

અતુલ તિવારી અમદાવાદઃ રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના સંકટ બાદ હવે લોકોનું જીવન પાટા પર પરત ફરી રહ્યું છે. રાજ્યમાં માત્ર આઠ મહાનગરો સિવાય કોઈ જગ્યાએ કર્ફ્યૂ પણ લાગૂ નથી. ગુજરાતમાં ધોરણ 9થી 12ની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. 

મુખ્યમંત્રીના નિવાસ્થાને મહત્વની બેઠક
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ રાજ્ય સરકાર પણ ફરી શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં ધોરણ 9થી 12 અને કોલેજો શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ પ્રાથમિક શિક્ષણની શાળાઓ શરૂ કરવામાં આવી નથી. આ મુદ્દે મુખ્યમંત્રીના નિવાસ્થાને અત્યારે શિક્ષણ વિભાગની બેઠક ચાલી રહી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ બેઠકમાં હાજર છે. સરકાર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. 

રાજ્યમાં શરૂ થઈ શકે છે પ્રાથમિક શાળાના વર્ગો
ધોરણ 9 થી 12ના વર્ગો તેમજ કોલેજો શરૂ કરાયા બાદ હવે પ્રાથમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર લે તેવી શક્યતા છે. તજજ્ઞો મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય અને જે ગાઈડલાઈન જાહેર કરાઈ એ મુજબ પ્રાથમિકના વર્ગો હવે શરૂ કરવા જોઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે એવી શક્યતા અનેક લોકોએ વ્યક્ત કરી છે. ત્રીજી લહેર અને એમાં પણ બાળકો જો સપડાય તો અમે તમામ વ્યવસ્થા કરી રાખી છે પરંતુ સદનસીબે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એકપણ કોરોના પોઝિટિવ બાળક સારવાર માટે દાખલ નથી.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટ્યા છે, સરકાર પણ યોગ્ય પગલાં લઈ રહી છે. આ સ્થિતિમાં હવે જો પ્રાથમિકના વર્ગોના શરૂ થાય તો કઈ વાંધો આવે એવું લાગતું નથી. કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, આવશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે એવામાં આપણે સૌએ સામાન્ય જીવન તરફ આગળ વધવું જ પડશે.

નાના બાળકો હાલ ઓનલાઈન ભણવા મજબુર છે
બાળકોનો અભ્યાસમાં પાયો મજબૂત થવાને બદલે અભ્યાડ કાંચો રહી જાય એવી સ્થિતિ ઉદભવી છે. બાળકો પણ ઘરે રહીને કંટાળ્યા છે, ઓનલાઈન અભ્યાસમાં વાલીઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખોમાં સમસ્યા થઈ રહી છે સાથે જરૂરી અભ્યાસ પણ પૂરો કરવો મુશ્કેલ સાબિત થાય છે. હાલ કેસો ઘટ્યા છે ત્યારે જો સરકાર આગામી દિવસમાં પ્રાથમિકના વર્ગો શરૂ કરે તો કોઈ ખાસ વાંધો આવે એવું લાગતું નથી. પરંતુ હાલ જે રીતે લોકો પોતાને સાચવી રહ્યા છે એ રીતે તમામ પોતાને સાચવે અને તકેદારી રાખે એ જરૂરી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news