પાણીની ચોરીને અટકાવવા સરકાર લાવશે વિધાનસભામાં સુધારા વિધેયક, થશે આકરી સજા

રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણમહિના થી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

પાણીની ચોરીને અટકાવવા સરકાર લાવશે વિધાનસભામાં સુધારા વિધેયક, થશે આકરી સજા

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણમહિના થી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

દંડની રકમમાં કરાશે વધારો
પાણી ચોરી કરનારાને દંડની રકમ દસ હજારથી બે લાખ રુપીયાની કરી દેવામાં આવી છે. નહેરમાં છેદ પાડે, નહેરની મજબૂતાઈ અથવા સલામતીને નુકશાની પહોચાડે તેવા પ્રયત્નો સામે મહત્તમ બે વર્ષ સુધીની કેદ અને બે લાખનો દંડ કરવાની જોગાવાઇ કરવામાં આવી છે. નહેરોના પાણીને પ્રદુષિત કરનાર અથવા પ્રવાહી કે ઘન કચરો છોડનારને એક વર્ષની કેદ અને પચાસ હજારનો દંડ કરવાનું સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે.

સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી

નહેર માથી અનધિકૃત રીતે પાણી ખેંચવાના કિસ્સામાં એંજીન, પાઈપલાઈન અથવા પાણી ખેંચવાના અન્ય સાધનો હવે જપ્ત થશે. પરવાનગી કરતા વધુ પાણી ખેંચવું અથવા અનધિકૃત રીતે પાણી લેનાર વ્યક્તિને ત્રણ મહિના સુધી કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. નહેરમા પશુઓને લઈ જનારને પણ ત્રણ મહિનાની કેદ અથવા દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

જુની જોગવાઈ મુજબ નહેરને નુકશાન કારક કામગીરી બદલ અગાઉ ત્રણ થી છ મહિના સુધી કેદની સજા અએ પાંચથી દસ હાજર રુપીયાના દંડની જોગવાઈ હતી. જેમાં હવે વધારો કરીને દંડની રકમ સજાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક ગૃહમાં લવાશે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news