રાજ્યમાં ત્રણ લાખ જેટલા ઔદ્યોગિક એકમો શરૂ થયાઃ અશ્વિની કુમાર


અશ્વિની કુમારે કહ્યુ કે, લૉકડાઉન-4માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. જે નિયમ અમલમાં છે તેના પાલન સાથે તમામ છૂટછાટ આપવામાં આવી છે.

રાજ્યમાં ત્રણ લાખ જેટલા ઔદ્યોગિક એકમો શરૂ થયાઃ અશ્વિની કુમાર

ગાંધીનગરઃ કોરોના લૉકડાઉન વચ્ચે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને સરકારના કામકાજની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં પાણીની સમસ્યા ન સર્જાઈ તે માટે તળાવો, ચેકડેમ ભરીને પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. સૌથી યોજના હેઠળ સૌરાષ્ટ્રના 25થી વધુ જળાશયો ભરવામાં આવશે. મચ્છુ 2 ડેમ અને જામનગરના ડેમ ભરવામાં આવશે. સૌની યૌજનાની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. 

અશ્વિની કુમારે કહ્યુ કે, લૉકડાઉન-4માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. જે નિયમ અમલમાં છે તેના પાલન સાથે તમામ છૂટછાટ આપવામાં આવી છે. તો રાજ્યના પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે દૂધ એકત્રિકરણ માટેની કાર્યવાહી સવારે સાતથી સાંજે સાત સુધી કરી શકાશે. 

તેમણે કહ્યું કે, રાજ્યમાં ત્રણ લાખ એકમો શરૂ થઈ ગયા છે. જેમાં 25 લાખથી વધુ લોકો કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે. ઔદ્યોગિક એકમોમાં 7500 મેગાવોટ વિજળીનો વપરાશ થયો છે. રાજ્યમાં મોટા પાયે ઓદ્યોગિક કામગીરી શરૂ થઈ ગઈ છે. 

અમદાવાદમાં વધતા કેસો વચ્ચે સારા સમાચાર, રિકવરી રેટમાં 140 ટકાનો વધારો

તો મનપા અને નપા વિસ્તારમાં જે સરકારી કામો કરવામાં આવે છે. જેમ કે મકાન બનાવવા, બાંધકામ સહિત વિકાસના તમામ કામો શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી તમામ મનપા અને નગરપાલિકામાં તમામ વિકાસના કામોની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કામમાં 25 હજાર કરતા વધુ શ્રમિકોને રોજગારી મળી રહી છે. તો શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news