હીરાબાની પ્રાર્થના સભા LIVE: નીતિન પટેલે કહ્યું- 'હીરાબા પ્રત્યે ગુજરાતના નાગરિકોને પ્રેમ-સદભાવ હતો એ આજે દેખાય છે'
વડનગર ખાતે સ્વ.હીરાબા ની શ્રદ્ધાંજલિ સભા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે સભા યોજાશે. સવારે 9 થી 12 કલાક દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: આજે વડનગરમાં પીએમ મોદીનાં માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ છે. પિયર પક્ષનું બેસણું પણ વડનગરમાં હોવાથી તમામ લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત છે. વડનગર ખાતે સ્વ.હીરાબા ની શ્રદ્ધાંજલિ સભા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર છે.
વડનગરમાં હીરાબાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સંજય જોષી, નરોડાના પુર્વ ધારસભ્ય માયાબેન કોડનાની, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ આવ્યા છે.
નરોડાના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાનીએ હીરાબાની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપ્યા બાદ કહ્યું, હીરાબાનું જીવન સદાય ભર્યું હતું એટલે તમામ વિધિઓ પણ સાચી પૂર્ણ કરવામાં આવી રહી છે. એક્વાર હીરાબા ને મળવાનું થયું હતું. નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે અવારનવાર તેમની માતા વિશે વાત કરતાં. આ સિવાય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્ણેશ મોદી, તેમજ પરશોત્તમ રૂપાલા સહિતનાઉપસ્થિત રહ્યા હતા. કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિતનાઓ પ્રાર્થના સભામાં હાજર રહેશે.
વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પુ છું. હીરાબાની સાદગી, ધર્મ નિષ્ઠા, દેશ ભાવના અને પરિવારના સબંધોને કારણે લોકો યાદ કરશે. આ બધું યાદ કરી આજે અહી પ્રાર્થના સભામાં હજારો લોકો આવ્યા છે. સાધુ સંતો, સામાજિક રાજકીય અગ્રણીઓ અહીં આવ્યા છે. હીરા બા પ્રત્યે ગુજરાતના નાગરિકોને પ્રેમ અને સદભાવ હતો એ આજે દેખાય છે.
Prayer meet in memory of PM Modi's mother Heeraben Modi to be held in Gujarat's Vadnagar today
She passed away on December 30, 2022, at the age of 100 pic.twitter.com/MF6Y2WBzvd
— ANI (@ANI) January 1, 2023
વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે સભા યોજાઈ છે. સવારે 9 થી 12 કલાક દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં વડનગર વાસીઓ અને અન્ય અગ્રણીઓ શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, સ્વ. હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શતાયું હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું. પીએમ મોદીએ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો:
પીએમએ ટ્વિટ કરીને આપી હતી માહિતી
PM મોદીએ 30 ડિસેમ્બરે સવારે એક ટ્વિટમાં તેમની માતા હીરાબાના નિધનની માહિતી આપી હતી. હીરાબાના પાર્થિવ દેહને તેમના નાના પુત્ર પંકજ મોદીના ગાંધીનગરના રાયસણ ખાતેના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન ત્યાં પહોંચ્યા અને ફ્લોર પર હીરા બા સામે ઘૂંટણિયે બેસી ગયા હતા.
આ પણ વાંચો:
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકારે સમગ્ર વિશ્વમાં આજે ડંકો વગાડી દીધો છે અને ભારતનું નામ ચારેબાજુ ગાજતું કરી મૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાજ્યના મુખ્યમંત્રીના પદે બિરાજમાન હતા. ત્યારે પીએમ મોદીની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. તેમની આગાહી પછીથી સાચી પડી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે