વડાપ્રધાન પાસે મંદિર જવાનો સમય નથી અને દરગાહમાં જાય છેઃ પ્રવિણ તોગડિયા

રામ મંદિર માટે સંસદમાં કાયદો લાવવામાં આવશે નહીં તો 16 ઓક્ટબરથી લખનઉથી અયોધ્યા સુધી 40 લાખ લોકો કુચ કરશે.
 

વડાપ્રધાન પાસે મંદિર જવાનો સમય નથી અને દરગાહમાં જાય છેઃ પ્રવિણ તોગડિયા

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP)ના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને સરકાર પર પ્રહાર કર્યા હતા. રામ મંદિર અંગે વાત કરતા પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, જો રામ મંદિર માટે સંસદમાં કાયદો લાવવામાં આવશે નહીં તો 16 ઓક્ટબરથી લખનઉથી અયોધ્યા સુધી 40 લાખ લોકો કુચ કરશે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં અબકી બાર હિંદુઓની સરકાર સાતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે રામ મંદિરનો ઉકેલ લાવામાં આવશે તો આ કૂચને વિજય કૂચ રૂપે કરવામાં આવશે. 

પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે રામ મંદિર મુદ્દે આપેલું વચન પાળ્યું નથી. તેમની પાસે મંદિર જવાનો સમય નથી પરંતુ દરગાહમાં જાય છે. તેઓ રામ મંદિર પર કાયદો બનાવી શકતા નથી પરંતુ ટ્રિપલ તલ્લાક પર બનાવી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતમાં કુંવરજી બાવળીયાથી લઈને યૂપીમાં રીટા બહુગુણા સુધી કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવે છે પરંતુ પોતાના પાયાના કાર્યકરોને નજરઅંદાજ કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news