શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ બંધ: નવા પ્રસાદમાં ચિક્કી મળશે

સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે અને એ મંદિરોનું જોઈને નિર્ણય કરાયો છે. હવે અંબાજીના સૂકા પ્રસાદ ચીકીનું દેશ અને વિદેશમાં પણ જશે. ચીકીના સૂકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમસ પણ ચાલુ છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ બંધ: નવા પ્રસાદમાં ચિક્કી મળશે

ઝી બ્યુરો/અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સાંભળીને લાખો માઈભક્તોની લાગ્ણી દુભાશે તે વાત નક્કી છે. અંબાજીમાં હવેથી મોહનથાળના બદલે ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ત્રણ માસ સુધી પણ ચાલી શકે જેને લઈને નિર્ણય લેવાયો છે. સૂકા પ્રસાદની ઘણી રજૂઆતો અને મંતવ્યો બાદ નિર્ણય કરાયો છે. 

સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે અને એ મંદિરોનું જોઈને નિર્ણય કરાયો છે. હવે અંબાજીના સૂકા પ્રસાદ ચીકીનું દેશ અને વિદેશમાં પણ જશે. ચીકીના સૂકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમસ પણ ચાલુ છે. અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ અને વિદેશમાં પણ જશે.

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદના હવે 19200 પેકેટ બચ્યા હતા. જેમાંથી ગુરુવારે રાત સુધી 11000 પેકેટનું વિતરણ થયું હતું. હવે 8200 પેકેટનો જ સ્ટોક બચ્યો છે. જે શુક્રવાર એટલે કે આજ સુધીમાં ચાલશે. પ્રસાદ બનાવતી એન્જસીને નવો પ્રસાદ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો નથી. પરિણામે શુક્રવાર બપોર પછી હવે ભક્તોને માતાજીના પ્રસાદનો મોહનથાળ મળશે કે કેમ તે બાબતે આશંકાઓ સાથે આક્રોશ ઉભો થયો છે.

મહત્વનું છે, અગાઉ શક્તિપીઠ અંબાજીધામમાં માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી મંદિર પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે. હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. 

અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

જોકે, હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news