પોસ્ટર વોરમાં લલિત વસોયા પણ સપડાયા, ટિકીટ ન આપવા લાગ્યા પોસ્ટર્સ

બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની કવાયત ચાલી રહી છે. હાલ પ્રદેશ મોવડીઓ દ્વારા ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા થઈ રહી છે, ત્યારે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. અનેક શહેરો અને જિલ્લાઓમાં તેમના સાંસદોની રિપીટ ન કરવાના પોસ્ટર લાગી રહ્યા છે, ત્યારે હવે આ લિસ્ટામાં ઉપલેટાના કોંગ્રેસના સાંસદ લલિત વસોયા પણ આડે હાથે ચઢ્યા છે. ધોરાજીના જામકંડોરણા ચોકડી પાસે દિવાલ પર ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે. 
પોસ્ટર વોરમાં લલિત વસોયા પણ સપડાયા, ટિકીટ ન આપવા લાગ્યા પોસ્ટર્સ

જયેશ ભોજાણી/રાજકોટ :બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની કવાયત ચાલી રહી છે. હાલ પ્રદેશ મોવડીઓ દ્વારા ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા થઈ રહી છે, ત્યારે પોસ્ટર વોર ચાલી રહ્યું છે. અનેક શહેરો અને જિલ્લાઓમાં તેમના સાંસદોની રિપીટ ન કરવાના પોસ્ટર લાગી રહ્યા છે, ત્યારે હવે આ લિસ્ટામાં ઉપલેટાના કોંગ્રેસના સાંસદ લલિત વસોયા પણ આડે હાથે ચઢ્યા છે. ધોરાજીના જામકંડોરણા ચોકડી પાસે દિવાલ પર ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે. 

LalitVasoyaPosters2.JPG

શું લખ્યું છે પોસ્ટર્સમાં....
ધોરાજીમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સમાં જો કોંગ્રેસના ધારાસભ્યને ટિકીટ આપવામાં આવશે તો ચૂંટણી સમયે જોયા જેવી થશે તેવો ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી સમયે જ ધારાસભ્ય લલિત વસોયાને પાટીદારોનો પ્રેમ કેમ ઉભરાયો છે. તેમજ દલિત, મુસ્લિમ સહિતના ઈતર જ્ઞાતિ લોકો માટે લોકસભાની સીટ ખાલી કરવા માટે લલિત વસોયા કેમ અચકાયા જેવા સવાલો સાથેના સૂત્રો લખેલા પોસ્ટરો જોવા મળ્યા છે. 

ચૂંટણી સમયે જ જાહેરમાં પોસ્ટરો લાગતાં ધોરાજીમા ચકચાર મચી છે. જોકે, આ પોસ્ટર્સ વચ્ચે લલિત વસોયાને ટિકીટ આપવામાં આવે છે કે નહિ તે જોવુ રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news