ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં નનામા પોસ્ટર લાગતાં બંને પક્ષ ફરી આમને-સામને
થોડા દિવસ અગાઉ દેવ પક્ષ દ્વારા મંદિરની 35 ગાયોને પાંજરાપોળમાં મોકલી દેવાઈ હતી. જેના કારણે એ સમયે પણ વિવાદ થયો હતો. હવે પાંજપોળમાં રહેલી એ ગાયોના ફોટા સાથેના પોસ્ટર શહેરમાં લગાવાયા છે. આ ઉપરાંત 100 વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપી નાખવું સહિતના મુદ્દાઓ વાળા જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા અને વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. અહીં, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બંને પક્ષ વચ્ચે કોઈ ને કોઈ બાબતે સતત વિવાદ ચાલતો રહે છે, જેના કારણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની આસ્થા પણ તૂટી રહી છ. હવે, શહેરમાં દેવ પક્ષમાં લાગેલના નનામા પોસ્ટરના કારણે ફરીથી વિવાદ વકર્યો છે અને લાગે છે કે બંને પક્ષ ફરી સામ-સામે આવી ગયા છે.
થોડા દિવસ અગાઉ દેવ પક્ષ દ્વારા મંદિરની 35 ગાયોને પાંજરાપોળમાં મોકલી દેવાઈ હતી. જેના કારણે એ સમયે પણ વિવાદ થયો હતો. હવે પાંજપોળમાં રહેલી એ ગાયોના ફોટા સાથેના પોસ્ટર શહેરમાં લગાવાયા છે. આ ઉપરાંત 100 વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપી નાખવું સહિતના મુદ્દાઓ વાળા જુદા-જુદા પોસ્ટર લાગ્યા છે. ગાયો અંગેના પોસ્ટરમાં લખ્યું છે કે, "દેવ પક્ષના નામે ગોપીનાથજી મંદિરના વહિવટ પર બેસેલાના અપરાધમાં ભાગીદાર ન બનવું હોય તો સાથ આપતા પહેલા અવશ્ય સવાલ કરો. 'ગાયો વિશ્વની માતા છે' અને ગાયોમાં તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આવી ગૌ માતાને અગાઉ ક્યારેય પાંજરાપોળમાં મુકાઈ નથી, તો તમે શા માટે 35 જીવને મુક્યા છે. ગઢડા મંદિર જેવી મોટી સંસ્થાઓ જો આવું કરશે તો સમાજને શું બોધ આપશે."
આ અંગે દેવપક્ષના આચાર્યએ જણાવ્યું કે, "મંદિરનો 190મો પાટોત્સવ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે કેટલાક વિઘ્નસંતોષીઓ દ્વારા સંસ્થાને અને સંપ્રદાયને બદનામ કરવાના હેતુથી આ નનામા પોસ્ટર લગાવાયા છે. આ બાબતને અમે રદિયો આપીએ છીએ. અહીં બેસનારા, મંદિરના જ રોટલા ખાનારા અને પછી મંદિરને જ વગોવાનું કામ કરે એવા લોકોને ભગવા સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ."
અમે જ્યારે આચાર્ય પક્ષના સ્વામીજીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, "આ ખુબ જ દુઃખની બાબત છે. ગોપીનાથજી દેવમંદિર દ્વારા આ કૃત્ય કરાયું છે તે ખુબ જ દુઃખની બાબત છે. કેટલાક ગૌ પ્રેમીઓ દ્વારા આ પોસ્ટર લગાવાયા છે. ગોપીનાથજી મંદિરના વિરોધમાં અગાઉ આવી ક્યારેય ઘટના બની નથી. દેવપક્ષના લોકોએ આ અંગે વહેલા વિચારવું જોઈએ. પીપળના વૃક્ષનું છેદન પણ ખુબ જ દુઃખની બાબત છે. ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે."
ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં બે પક્ષના સાધુઓના મનભેદ અંગે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી આ મંદિરના ટેમ્પલ બોર્ડમાં ચુંટણી પણ થઈ ન હતી. આ વર્ષે કોર્ટના આદેશ મુજબ અહિં ચુંટણી યોજાઈ હતી. જેમાં વર્ષોથી સાશન કરતા આચાર્ય પક્ષનો પરાજય થયો હતો અને સાશક તરીકે દેવ પક્ષના સાધુઓને વહીવટની સત્તા મળી હતી. જો કે ત્યારબાદ આ મંદિર સતત ને સતત બે પક્ષના સાધુઓના મનભેદને લઈને વાંરવાર વિવાદમાં આવી રહ્યું છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે