Leader Of Opposition: તક ગુમાવી! હવે દિલ્હીથી સીજે ચાવડાનું નામ જાહેર થાય કે શૈલેષ પરમાર, હવે કોઈ ફર્ક નહીં પડે

Gujarat News: ગુજરાતમાં વિરોધપક્ષના નેતાને સરકારી બંગલો, કાર સહિત એક મંત્રી જેટલું સન્માન મળે છે પણ આ સન્માન પણ કોંગ્રેસ ખોઈ બેસે તેવી પૂરી સંભાવના છે. માંડ 17 જ જીત્યા હોવા છતાં એટલી રસાકસી છે કે એક વિરોધ પક્ષના નેતાનં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી. એક તબક્કે પાટીલે વિરોધ પક્ષનું સન્માન જાળવવાની વાત કરતાં નેતા બનવા કોંગ્રેસમાં એટલી ખેંચતાણ થઈ કે સ્થાનિક સંગઠને હાથ ખંખેરી લઈને મામલો દિલ્હી પહોંચાડી દીધો છે. 

Leader Of Opposition: તક ગુમાવી! હવે દિલ્હીથી સીજે ચાવડાનું નામ જાહેર થાય કે શૈલેષ પરમાર, હવે કોઈ ફર્ક નહીં પડે

Leader Of Opposition: ગુજરાતમાં વિરોધપક્ષના નેતાને સરકારી બંગલો, કાર સહિત એક મંત્રી જેટલું સન્માન મળે છે પણ આ સન્માન પણ કોંગ્રેસ ખોઈ બેસે તેવી પૂરી સંભાવના છે. માંડ 17 જ જીત્યા હોવા છતાં એટલી રસાકસી છે કે એક વિરોધ પક્ષના નેતાનં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી. એક તબક્કે પાટીલે વિરોધ પક્ષનું સન્માન જાળવવાની વાત કરતાં નેતા બનવા કોંગ્રેસમાં એટલી ખેંચતાણ થઈ કે સ્થાનિક સંગઠને હાથ ખંખેરી લઈને મામલો દિલ્હી પહોંચાડી દીધો છે. હવે કોંગ્રેસ માટે શરમજનક બાબત એ છે કે દિલ્હીથી નામ જાહેર થયા બાદ ભાજપ અહીંથી વિરોધપક્ષના નેતાનું પદ ના આપે તો કોંગ્રેસની આબરૂની ગુજરાતમાં ધૂળધાણી થઈ જાય. સ્થાનિક લેવલે આ મામલો ઉકેલાયો હોત તો કદાચ વિરોધ પક્ષના નેતાનું પદ ભાજપ આપવા રાજી થઈ ગઈ હોત પણ હવે મામલો ડહોળાયો છે. ભાજપમાં એવી કાનાફૂસી છે કે સરકાર કોઈ પણ સંજોગોમાં હવે આ પદ આપવા માટે રાજી નથી. એ માટેના સમીકરણો પણ ઘડાયા છે એટલે હવે દિલ્હીથી સીજે ચાવડાનું નામ જાહેર થાય કે શૈલેષ પરમારનું હવે ગુજરાતમાં કોઈ ફર્ક નહીં પડે કારણ કે આ પદ આપવું કે નહીં એ હવે સરકારના હાથમાં છે. દિલ્હીથી નામ જાહેર થયું તો ભાજપ ક્યારેય આ પદ ભીખમાં આપવા માટે રાજી નહીં થાય..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર છતાં કોંગ્રેસ હજુ સુધરી નથી. અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં કોગ્રેસનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે. હવે માત્ર ૧૭ ધારાસભ્યો ચૂંટાયા હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષપદપણ નહી મળે. પહેલીવાર એવું થશેકે, બજેટ સત્ર વખતે વિધાનસભામાં વિપક્ષ નહી હોય. નિયમ એવો છેકે, વિધાનસભા વિપક્ષપદ મેળવવા માટે ૧૯ બેઠકો હોવી જરૂરી છે. અપુરતા સંખ્યાબળને કારણે કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનુ પદ મળશે નહી. ભાજપ સરકાર પણ કોંગ્રેસને વિપક્ષપદ આપવાના મતમાં નથી. જેને પગલે હવે કોઈ પણ નામ જાહેર થાય જો સરકાર વિપક્ષનું પદ નહીં આપે તો સીજે ચાવડાનું નામ જાહેર થયા કે શૈલેષ પરમારનું એ તો શોભાના ગાંઠિયા બની રહેશે. સૂત્રોના મતે, જો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ નેતાનુ પદ ન મળે તો જાહેર હિસાબ સમિતીમાંય સ્થાન મળી શકશે નહી. હવે બધોય આધાર શાસક પક્ષ પર રહેલો છે. આમ ધીમેધીમે ભાજપ પોતાના પત્તાં ખોલી રહી છે. જેમાં તે વિરોધ પક્ષના નેતાનું પદ આપવા રાજી નથી તેવો ઈશારો છે એટલે કોંગ્રેસ પણ ફફડી છે.

ફેબ્રુઆરીમાં બજેટ સત્ર મળવા જઇ રહયુ છે ત્યારે આ વખતે વિધાનસભામાં વિપક્ષ જેવુ કશુ જ નહી હોય. માત્ર ૧૭ ધારાસભ્યોનુ સંખ્યા બળ હોવાથી ભાજપ સરકાર સામે બાથ ભિડવી પણ કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહેશે. આ બાજુ, ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય કોંગ્રેસ હજુવિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવી પ્રતિક્રિયા આપીકે, ભૂતકાળમાં ભાજપના ૧૪ ધારાસભ્યો હોવા છતાંય કોંગ્રેસ સરકારે વિપક્ષપદ આપ્યુ હતું. કોંગ્રેસને વિપક્ષપદ ન મળે તે માટે સ૨કા૨ હથકંડા અજમાવી રહીછે. સરકારનું ઓડિટ પબ્લિક એકાઉન્ટ કમીટી પણ વિપક્ષ જ સંભાળે છે. ભાજપ આ બધીય પરંપરા જાળવી રાખે તેવી વિનંતી કરાઈ રહી છે હવે કોંગ્રેસ જૂના વાયદાઓ યાદ અપાવી ભાજપ પર પ્રેશર કરી રહી છે પણ હવે ભાજપ કેવું સ્ટેન્ડ લેશે એ પર તમામ આધાર છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news