ક્ષત્રિય આગેવાનોએ ભાજપને રાજીનામું પકડાવ્યું, નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ

Rupala Controversy : ભાજપે રૂપાલા ના હટાવતા ક્ષત્રિયોમાં ભાજપ હટાવો આંદોલન બળવતર બન્યું, નર્મદામાં 8 આગેવાનોએ આપ્યા રાજીનામા
 

ક્ષત્રિય આગેવાનોએ ભાજપને રાજીનામું પકડાવ્યું, નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ

Loksabha Election 2024 : નર્મદા જિલ્લામાં પણ રૂપાલાનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને તેઓએ રાજીનામા સોંપ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેશે. વધુમાં ભાજપ પ્રમુખે કહ્યું કે, આ તો અમારો પરિવાર છે થોડા નારાજ છે. પણ ચૂંટણી પહેલા અમારી સાથે થઈ જશે. 

નર્મદા જિલ્લામાં રાજીનામા આપનારના નામ જોઇએ તો

1) માત્રોજા પુષ્પેન્દ્રસિંહ - કોષાધ્યક્ષ, યુવા મોરચા
2) અર્જુનસિંહ ગોહિલ - પેજ પ્રમુખ ગોપાલપુરા
3) રાજપાલસિંહ ગોહિલ - આઈ ટી સેલ, કો કન્વીનર, નર્મદા
4) મોહનસિંહ ગોહિલ - બુથ પ્રમુખ
5) પુષ્પરાજસિંહ ગોહિલ - મંત્રી, યુવા મોરચા
6) ગોહિલ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ - યુવા મોરચા
7) ગોહિલ સુનિલસિંહ જગતસિંહ - મહામંત્રી, કિસાનમોરચા,નાંદોદ તાલુકા
8) જતીનકુમાર કે પાઠક - કોષાધ્યક્ષ,નર્મદા જિલ્લા ભાજપ એ રાજીનામા આપ્યા છે.રાહુલ ગાંધી ના કથિત વીડિયો બાબતે પણ રાજપૂત સમાજ ના આગેવાનો એ જણાવ્યું કે આ બાબતે ક્ષત્રિય સંકલન સમિતિ જે નિર્ણય લેશે તે મુજબ કાર્યવાહી કરીશું

પરસોત્તમ રુપાલાના વિરુદ્ધમાં નર્મદા જિલ્લા ભાજપના આઠ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધનું ક્ષત્રિય આંદોલન ભાજપ વિરુદ્ધનું બની રહ્યું હોય તેમ એક પછી એક ઘટના બની રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યાં છતા પરશોત્તમ રુપાલાને રાજકોટ બેઠકથી ભાજપે ના હટાવતા હવે ભાજપ હટાવોનું સૂત્ર થઈ ગયું છે. હવે તો ગામેગામ ભાજપના લોકસભાના ઉમદેવારોને પ્રચારમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે, નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. જિલ્લા સ્તરના આગેવાનોએ નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા આપી દીધા છે.

તો બીજી તરફ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે આ અંગે જણાવ્યું કે, આ તો અમારો પરિવાર છે, થોડા નારાજ છે. પણ ચૂંટણી પહેલા અમારી સાથે થઈ જશે. આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news