માસ્ક મુદ્દે 'બિન પગારી ફુલ અધિકારી બનેલ' કોન્સ્ટેબલ સસ્પેન્ડ, યુવાનને માર્યો હતો માર

કોરોના વાયરસનાં સમયમાં માસ્ક વગરનાં વ્યક્તિઓ પાસેથી કોર્પોરેશન દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યો છે. જો કે માસ્ક બાબતે દંડ વસુલતા સમયે સામાન્ય નાગરિકો સાથે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાનું કાર્યક્ષેત્ર નહી હોવા છતા માસ્ક બાબતે એક યુવાન સાથે ન માત્ર રકઝક કરી હતી પરંતુ તેને માર પણ માર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. 

માસ્ક મુદ્દે 'બિન પગારી ફુલ અધિકારી બનેલ' કોન્સ્ટેબલ સસ્પેન્ડ, યુવાનને માર્યો હતો માર

મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોના વાયરસનાં સમયમાં માસ્ક વગરનાં વ્યક્તિઓ પાસેથી કોર્પોરેશન દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યો છે. જો કે માસ્ક બાબતે દંડ વસુલતા સમયે સામાન્ય નાગરિકો સાથે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાનું કાર્યક્ષેત્ર નહી હોવા છતા માસ્ક બાબતે એક યુવાન સાથે ન માત્ર રકઝક કરી હતી પરંતુ તેને માર પણ માર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. 

જો કે હવે બિન પગારી ફુલ અધિકારી થવાની અને હિરોગીરી કરવાનું કોન્સ્ટેબલ ભરત કાળુભાઇને ભારે પડ્યું હતું. આ પોલીસ કોન્સ્ટેબલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સોસાયટીની અંદર એક યુવાન ફોન પર વાત કરી રહ્યો હોય છે. ત્યારે ભરત પોલીસ વાન લઇને નિકળે છે. માસ્ક મુદ્દે તેને પહેલા પુછે છે અને ત્યાર બાદ જીપની પાછળથી ડંડો કાઢીને માર મારવા લાગે છે. આનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ અપાયા હતા. 

ACP ના આદેશ બાદ DCP ઝોન-5 દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે, ભરત કાળુભાઇ કે જે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 15 ડિસેમ્બરે કોઇ પણ પ્રકારની મંજુરી વગર સરકારી ગાડી લઇને પોતાના ઘરે ગયો હતો. આ દરમિયાન માસ્ક બાબતે ગોપાલ સથવારા નામના વ્યક્તિ સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત તેની આ જવાબદારી નહી હોવા છતા આ બાબતે ખોટી રીતે અને પોલીસ બેડાને છાજે નહી તેવું વર્તન કર્યું હતું. જેથી કોન્સ્ટેબલને ફરજ રિક્ત કરી દીધો છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની સોસાયટીમાં ફરતા એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી લાકડી વડે ઢોર માર માર્યો હતો. જેને લઈ ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીએ તપાસના આદેશ આપ્યા હતા. એસીપીની તપાસમાં પોલીસકર્મી મંજૂરી વગર સરકારી ગાડી લઈ ગયો હતો અને માસ્ક વગર હાજર વ્યક્તિને માર માર્યો હતો. જેને લઈ પોલીસકર્મી ભરત ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પોતાનો રોફ જમાવવા માટે ક્યારેક સામાન્ય બાબતે નાગરિક પર જુલમ કરવા લાગે છે.

CCTV સામે આવ્યા બાદ વકર્યો વિવાદ
ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરત ભરવાડનો વ્યક્તિને માર મારતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસકર્મી ભરત પોતે સરકારી બોલેરો ગાડી લઈ મંગળવારે બપોરે એક સોસાયટીમાં પ્રવેશે છે. ગેટ પાસે એક વ્યક્તિ માસ્ક વગર ફોન પર વાત કરતો હોય છે. ગાડી ગેટમાં પ્રવેશે છે અને થોડી આગળ જાય છે. બાદમાં ભરત ગાડીને રિવર્સ લાવી અને ફોન પર વાત કરતા વ્યક્તિ પાસે રોકે છે. ભરત અને વ્યક્તિ બંને વચ્ચે વાતચીત થાય છે. 

પોલીસ તરીકેનો રોફ જાડવા માટે કર્યું કારસ્તાન
દરવાજો ખોલી પગ રાખી પોલીસકર્મી વાતચીત કરવા લાગે છે અચાનક જ પોલીસકર્મી ભરત ભરવાડ વ્યક્તિની બોચી પકડી ગાડીની પાછળ લઈ જાય છે. ત્યાં વાતચીત કરવા લાગે છે અને બાદમાં ગાડીનો દરવાજો ખોલી તેમાં બેસાડી દે છે અને ગાડીમાંથી લાકડી કાઢી તેને મારવા લાગે છે. ચારથી પાંચ દંડા મારી દે છે. હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવી યુવકને માર માંથી બચાવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી એ ફરજ મોકૂફી ની કાર્યવાહી પોલીસકર્મી વિરુદ્ધ કરી છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news