આ ઠગને CBI અધિકારી બનવું એવું તે ફાવ્યું કે, અનેક જીલ્લાઓનાં લોકોને છેતર્યા
સીબીઆઈ અધિકારી છુ તમારા કેસની પતાવટ કરી આપીશ ઉપરાંત પોલીસમાં નોકરી અપાવવાની ક્ષમતા ધરાવતો હોવાનું કહીને એક ઠગે અનેક લોકોને છેતર્યા.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ : સીબીઆઈ અધિકારી છુ તમારા કેસની પતાવટ કરી આપીશ ઉપરાંત પોલીસમાં નોકરી અપાવવાની ક્ષમતા ધરાવતો હોવાનું કહીને એક ઠગે અનેક લોકોને છેતર્યા. આ ઠગ શખ્સ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. કોણ છે આરોપી જેની સામે પાંચ પાંચ ગુના નોઘાઇ ચુક્યા છે. પોલીસ ગિરફતમાં દેખાતા આરોપીનું નામ છે મૌલિક ડોગરેસિયા. આરોપી વિરુદ્ધ નકલી સીબીઆઇની ઓળખ આપી છેતરપીંડી કરવાના આરોપસર વધુ એક ફરિયાદ નોઘાઇ છે. પોલીસ ઇન્સપેક્ટર તરીકે નોકરી આપવાનું કહી યુવક પાસેથી ઠગ મૌલિકે લાખોની ઠગાઇ કરી હોવાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નરોડાના હસમુખ પ્રજાપતિએ નિકોલ પોલીસ મથકમાં મૌલિક ડોગરેસિયા સામે છેતરપિંડીની ફરિયાદ કરી કરી હતી. આ મામલે વર્ષ 2010માં મૌલિક સાથે હસમુખની મુલાકાત થઈ હતી. મૌલિકે CBIનો અધિકારી હોવાની ઓળખ આપી હસમુખની પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા 11 લાખ ખંખેરી લીધાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વર્ષ 2010 થી ઠગ મૌલિકે પોતાની ઓળખ સીબીઆઇના અઘિકારીની આપીને અનેક લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઇ આચરી છે. જો કે મોટાભાગના અરવલ્લીના મોડાસામાં રહેતા પરિવાર જોડે સરકારી નોકરીની લાલંચ આપીને છેતરપિડી આચરી છે. મૌલિક છેલ્લા દોઢ વર્ષથી તેમને ગોળ ગોળ ફેરવતો હતો. બાદમાં ખ્યાલ પડ્યો કે અનેક લોકો પોતાની માયાજાળમાં ફસાયા છે. જેથી તેની હિંમત ખુલી અને તેણે પોતાના જ વિસ્તારમાં લોકોને ઠગવાનું કામ શરૂ કરી દીધું. માત્ર મોજશોખ માટે જ તે આ રીતે લોકો પાસે લાખો રૂપિયા પડાવતો હતો. આટલું જ નહિ પોલીસે તેની પાસા કરી તો તે હાઇકોર્ટમાં ગયો અને ત્યાં તેના વકીલ દ્વારા પાસા પર સ્ટે લેવડાવ્યો હતો.
આરોપી મૌલિકના પિતા રિટાયર્ડ એફએસએલ અધિકારી હોવાનું સામે આવ્યું છે. તેણે માત્ર સીબીઆઇના અધિકારીની જ નહિ પણ અન્ય વિભાગોની નોકરી અપાવવાનું કહીને પણ ઠગાઇ આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અને અત્યાર સુધીમાં ઠગ મૌલિક ડોંગરેસીયા વિરુદ્ધ 6 જેટલી ફરિયાદો નોંધાઈ ચુકી છે. ત્યારે તપાસ દરમિયાન વધુ શુ ખુલાસો થાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે