LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો, થયો ચોંકાવનારો ખુલાસો

લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેનના ટ્વીટ નો એડિટ કરેલો સ્ક્રીનશોર્ટ વાઇરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. થોડા સમય માટેની મજાક ને પગલે સાઇબર ક્રાઈમે આરોપી યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા 21વર્ષીય  આરોપીનું નામ છે દિપક ઠાકોર. દિપક ઠાકોરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને  લઈને ઉમેદવારોમાં ખોટો મેસેજ ગયો હતો. આ ખોટા મેસેજના ખંડન ઉપરાંત આરોપીને શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.
LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો, થયો ચોંકાવનારો ખુલાસો

મૌલિક ધામેચા/અમદાવાદ : લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેનના ટ્વીટ નો એડિટ કરેલો સ્ક્રીનશોર્ટ વાઇરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. થોડા સમય માટેની મજાક ને પગલે સાઇબર ક્રાઈમે આરોપી યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ કસ્ટડીમાં રહેલા 21વર્ષીય  આરોપીનું નામ છે દિપક ઠાકોર. દિપક ઠાકોરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને  લઈને ઉમેદવારોમાં ખોટો મેસેજ ગયો હતો. આ ખોટા મેસેજના ખંડન ઉપરાંત આરોપીને શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.

સાયબર ક્રાઇમ બ્રાન્ચે વાયરલ થયેલ મેસેજને આધારે તમામ શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડીનો ડીપ અભ્યાસ કર્યો હતો. એક પછી એક whatsapp ગ્રુપના એડમીનનો સંપર્ક કરીને તપાસ કરી હતી. સાયબર ક્રાઇમની તપાસના અંતે આરોપી બનાસકાંઠાનો દિપક ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. દિપક BSC સેમેસ્ટર 6 અભ્યાસ કરે છે અને તેને પણ LRD ની પરીક્ષા આપી હતી. LRDની પરીક્ષામાં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહી થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવા ના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યું હોવાનું સાઇબર ક્રાઇમ સમક્ષ કબૂલ્યું છે.

PM મોદી હનુમાન જયંતિ પર 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ, 4 ધામ પ્રોજેક્ટનો ભાગ છે આ મૂર્તિ
   
સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ પણ આ મામલે અપીલ કરી હતી કે, કોઈપણ પરીક્ષા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખોટા મેસેજ કરવા તથા લોકોને તે બાબતે ખોટી રીતે ભ્રમિત કરવા બાબતે ખૂબ જ ગંભીર બાબત છે. આવું કરનાર વ્યક્તિ સામે સજાપાત્ર ગુનો બને છે. જેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ વિડીયો પિક્ચર અથવા તો માહિતીને ચકાસ્યા વગર વાઇરલ ના કરવા જોઈએ તે સલામતી ભર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news