આજે નવા વર્ષે સૌથી વધુ ભીડ ગુજરાતના આ સ્થળે ઉમટી, સવારથી લોકો પહોંચી ગયા
Gujarat Tourism : આજે નવા વર્ષ પર પ્રાકૃતિક સાઁદર્ય ધરાવતા નર્મદા જિલ્લામાં કાંઠે બનાવાયેલું પોઈચા સ્વામીનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યું... નવા વર્ષે ભગવાનને શરણે પહોંચ્યા ગુજરાતીઓ
Trending Photos
Diwali 2023 જયેશ દોશી/નર્મદા : પ્રાકૃતિક સાઁદર્ય ધરાવતા નર્મદા જીલ્લામા નર્મદા કીનારે એક અનોખુ સૌંદર્ય અને પ્રવાસીઓનું આકર્ષણ છે, ત્યારે આ આકર્ષણમાં નર્મદા તટે પોઇચા ગામે એક એાર સોનેરી પંખ સમાન નિલકંઠ વર્ણી ધામ આવેલું છે. 105 એકરમાં પથરાયેલ આ ધાર્મિક સ્થળ પ્રવાસીએામાં અનેરૂં આકર્ષણ ઉભું કરી રહ્યું છે અને હાલ દિવાળીનું વેકેશન હોવાથી અને આજે નવા વર્ષમાં ભક્તોનું ઘોડાપુર અહી ઉમટી રહ્યું છે. સાથે આ સ્વામીનારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવની ઉજવણી પણ આજથી એટલે કે નવા વર્ષથી કરવામાં આવી રહી છે.
જેના દર્શન માત્રથી પવિત્ર થઇ જવાય છે એવી મા નર્મદાના તટે અહીં 9 વર્ષથી ઇજનેરી કળાનુ કૌશલ્ય સમુ 105 એકરમાં પથરાયેલ નિલકંઠ વર્ણી ધામ બન્યુ છે. જેનાથી ધાર્મીક શૈક્ષણીક અને સામાજીક ક્ષેત્રે નર્મદા જીલ્લો આગવુ સ્થાન પ્રાપ્ત કરે તો નવાઇ નહીં. ભારતમાં દિલ્હી અને ગાંધીનગરમા બનાવવામાં આવેલ અક્ષરધામ મંદિર કરતા કાઇક અલગ જ પોઇચા ખાતે બનાવવામા આવેલ આ નિલકંઠ વર્ણી ધામ છે.
તળાવની ફરતે બનાવવામા આવેલ હોય તેમ વિશ્વભરમાં પ્રથમ વખત બનાવવામા આવેલું છે અને આજ તળાવના પાણીથી જ આ મંદિરમા સ્થાપિત તમામ દેવી દેવતાઓ પર જળાભિષેક થાય છે. અહીં ભગવાન સ્વામીનારાયણનુ યુવા સ્વરૂપ નિલકંઠ વર્ણી, રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, ગણપતિજી, હનુમાનજી, શીવજી અને 24 શાલીગ્રામની વિધીવત પ્રતીષ્ઠા કરવામા આવી છે.
આ ધાર્મીક સ્થાન માત્ર ધાર્મિક સ્થાન ન બની રહીન બાળકો અને મોટેરાઓ માટે હરવા ફરવાનું સ્થાન બન્યુ છે. લોકોને ગમે તે માટે અહીં બાળકો માટે અલગ પાર્ક અને યુવાનો માટે ટ્રેકીગ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે. માત્ર હરવાફરવા આવતા પ્રવાસીએા અહીં આવે તો પણ પ્રફુલ્લિત મને પરત ફરે તેવુ વાતાવરણ અહીં બન્યુ છે.
સવાર અને સાંજની આરતી સમયે તો અહીંનુ વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. હાલ દિવાળીનું વેકેશન પણ ચાલુ છે અને આજે બેસતું વર્ષ એટલે લોકો પહેલા નવા વર્ષમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે આ પોઈચા સ્વામીનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષમાં એક દિવસમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે. જોકે અહીં આવતા પ્રવાસીઓને મંદિરમાં પ્રવેશતા જ એક અલગ અનુભૂતિ થાય છે. જેને કારણે મંદિર પરિષદમાં જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે