PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં કરશે પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદઘાટન
2019 લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ ભાજપ દ્વારા રણનીતિની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આક્રમક તૈયારીઓ ભાગરૂપે તાજેતરમાં બેઠકનો દૌર શરૂ થઇ ગયો છે.
Trending Photos
કિંજલ મિશ્રા/ અમદાવાદ: 2019 લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ ભાજપ દ્વારા રણનીતિની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આક્રમક તૈયારીઓ ભાગરૂપે તાજેતરમાં બેઠકનો દૌર શરૂ થઇ ગયો છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
આગામી 21 અને 22 જુલાઇએ પીએઅ મોદી પંડિત ફોરેન્સિક યુનિવર્સિટી અને દિનદયાળ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે તથા રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં રથયાત્રાને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13મીથી બે દિવસીય ગુજરાતની મુલાકાત આવશે. રથયાત્રાને લઇ અમિત શાહ ગુજરાતમાં આવશે અને રથયાત્રાની મંગલા આરતી કરશે. ત્યારબાદ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યુથ માર્લામેન્ટનું ઉદઘાટન કરશે, આ ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રી હાજર રહેશે.
તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. રાહુલ ગાંધી બે દિવસીય પ્રવાસમાં જિલ્લા અને તાલુકાના ધારાસભ્યો અને પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે બેઠક યોજી સંગઠનનું તૈયાર થયેલા માળખા પર સમીક્ષા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે