આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં બની રહી છે કોરોના વેક્સીન

આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં બની રહી છે કોરોના વેક્સીન
  • પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું 

આશ્કા જાની/અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતીકાલે અમદાવાદ પ્રવાસે છે. ત્યારે તેમના આગમમને લઈન અમદાવાદ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપની (zydus cadila) ના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. તેમજ હેલિપેડ પણ તૈયાર કરાવાઈ રહ્યું છે. 

સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચશે પીએમ મોદી 
આવતીકાલે પીએમ મોદીની અમદાવાદની મહત્વપૂર્ણ મુલાકાત લેવાના છે. પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી (Corona Vaccine)મામલે મુલાકાત લેવાના છે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પીએમ મોદીની મુલાકાતને પગલે પોલીસ રિહર્સલ પણ યોજાશે. આવતીકાલે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.

આ પણ વાંચો : રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે 

કેડિલા કંપની દ્વારા બનાવાઈ વેક્સીન 
ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદી પ્લાન્ટની વિઝીટ કરવાના છે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદથી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ જશે મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 28 તારીખે અમદાવાદથી પૂણે જવા નીકળે. બપોરે 12:30 વાગે તેઓ પૂણે જશે. અહીં પ્રધાનમંત્રી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન પર તમામ જાણકારીઓ મેળવશે. પૂણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news