જૂનાગઢમાં પીએમ મોદી 362.72 કરોડના કામોનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 23મી ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના છે.

જૂનાગઢમાં પીએમ મોદી 362.72 કરોડના કામોનું કરશે લોકાર્પણ

હનિફ ખોખર, જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 23મી ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન સવારે 9.30 વાગે સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડના કાર્યક્રમમાં હાજરી આપશે. વલસાડના કાર્યક્રમ બાદ જૂનાગઢ રવાના થશે. બપોરે 2 વાગે જૂનાગઢ પહોંચશે અને વડાપ્રધાન મોદી ત્યાં એક કલાક જેટલુ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ 362.72 કરોડ રૂપિયાના કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. જૂનાગઢથી ગાંધીનગર રવાના થશે અને ત્યારબાદ સાડા આઠ વાગે દિલ્હી જવા રવાના થઈ જશે. 

જૂનાગઢમાં ગુરુવારના રોજ વડાપ્રધાન કુલ 362.72 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. આ માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દીધો છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર જૂનાગઢની મુલાકાતે આવી રહ્યાં છે. બપોરના બે વાગ્યાના સુમારે તેઓ જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. 

વડાપ્રધાન કુલ 362.72 કરોડના કામોનું કરશે લોકાર્પણ
 
- 250 કરોડના ખર્ચે બનેલા નવ નિર્મિત સિવિલ હોસ્પિટલના ભવનનું લોકાર્પણ કરશે.

-નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ રૂ. 60 કરોડ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.20.79 કરોડ આ બે કામોનું ખાતમુહુર્ત 

- રૂ. 3.68 કરોડના ખર્ચે નવા રંગ રૂપ સાથે નિર્મિત થયેલ શામળદાસ ગાંધી ટાઉનહોલના એડીશન એન્ડ અલ્ટરેશનના કામનું તેમજ 

- રૂ.4.16 કરોડના ખર્ચે બનેલા સાંબલપુરના પુલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. 

- રૂ. 1460 લાખના ખર્ચે બનાવવામાં જૂનાગઢ કૃષિ યુનિ.ના ત્રણ ભવનનું લોકાર્પણ કરશે. 

- 457 લાખના ખર્ચે બનાવવામાં આવેલ વેરાવળ ખાતે ફિશરીઝના અભ્યાસક્રમ માટે આવતી વિધાર્થિનીઓ માટે સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ. 

- આ ઉપરાંત જૂનાગઢ ખાતે રૂ. 552 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news