સરદાર પટેલની જન્મજયંતિએ એકતા પરેડમાં હાજરી આપશે પીએમ મોદી, 160 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

PM Modi Kevadia Visit: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં અનેક નવી ભેટ આપશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં વિશાળ ટૂરિસ્ટ સેન્ટરની આધારશિલા રાખશે. તો ત્યાં બનેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ પણ કરશે.
 

સરદાર પટેલની જન્મજયંતિએ એકતા પરેડમાં હાજરી આપશે પીએમ મોદી, 160 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

નર્મદાઃ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિએ પ્રધાનમંત્રી એકતા નગરમાં સરદાર પટેલને નમન કરશે. એકતા પરેડમાં હાજરી આપી કેવડિયાને 160 કરોડના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. ત્યારે એકતા પ્રતિક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર હવે ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ બનાવા જઈ રહ્યું છે. ત્યારે આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં કે પ્રધાનમંત્રીના સ્વપ્ન સમાન એકતાનગરમાં પ્રવાસીઓ માટે કેવા કેવા નવા આકર્ષણો ઉમેરાયા છે. 

31 ઓક્ટોબર એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી. સરદાર વલ્લભભાઈ પટેલ દેશની એકતા અને અખંડીતતા માટે કરેલા કામથી આજે દરેક દેશવાસીઓના દિલમાં છે. ત્યારે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નમન કરી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સાથે સાથે એકતા પરેડમાં ભાગ લઈ પ્રધાનમંત્રી કેવડિયામાં 160 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જેનાથી પ્રવાસનધાન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ બનશે. સરદાર પટેલની જયંતીના અવસરે પ્રકૃતિની જાળવણીના હેતુ સાથે ગ્રીન ઈનિશિયેટિવ હેઠળ 5 પ્રોજકટની ભેટ આપશે.. જેમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સની ભેટ સાથે સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત થશે. ગ્રીન એનર્જિના સૂત્ર સાથે 3 અલગ અલગ પાર્કિંગ પર સોલાર પેનલ્સ પણ લગાવાશ. જેનાથી પ્રકૃતિની જાળવણીની સાથે 4 મગાવોટ સોલાર પાવર જનરેટ કરાશે.

કેવડિયામાં 81 કરોડના ખર્ચે ભવ્ય સહકાર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગેસ્ટ હાઉસ બિલ્ડીંગમાં AC, TV, WiFi જેવી આધુનિક સુવિધા ધરાવતા  5 VIP રૂમ છે..તો 360 વ્યક્તિ માટે રહેઠાણની વ્યવસ્થા સાથેના 28 DELUX રૂમ પણ છે. સાથે તાલીમ અને બેઠકો માટે 300 વ્યક્તિની સુવિધા સાથે અદ્યતન ઓડિયો વીડિયો સીસ્ટમ સાથે ઓડિટોરીયમ પણ બનાવવામાં આવ્યું છે.

સરદાર પટેલની જયંતની ઉજવણીને ખાસ બનાવવા સમગ્ર એકતાનગર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. તો પ્રવાસીઓને આધ્યાત્મિક અને દિવ્યતાનો અનુભવ કરાવવા માટે નર્મદા મૈયાની આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નવું નજરાણું તૈયાર કરવામાં આવ્યું છે. રોશનીથી સોળેકળાએ ખીલેલું એકતાનગર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પ્રધાનમંત્રીના વિઝનથી તૈયાર થયેલ 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ ફલક પર ભારતની અલગ ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે પ્રવાસન ધામ બન્યા બાદ પ્રધાનમંત્રીના જ વિઝન ગ્રીન એનર્જિને સાકાર કરી રહ્યું છે એકતાનગર. ત્યારે પ્રવાસીઓ માટે ઊભા કરવામાં આવેલા નવા આકર્ષણો એકતાનગરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news