આજે પદનામિત પીએમ મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા
લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. જેના બાદ હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. ત્યારે શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચશે.
Trending Photos
અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. જેના બાદ હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. ત્યારે શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચશે.
સાંજે પહોંચશે અમદાવાદ
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ખાનપુરમાં આવેલ જેપીચોકમાં જાહેરસભા સંબોધશે. અમદાવાદ એરપોર્ટ પર કાર્યકરો તેમનું ભવ્ય સ્વાગત કરશે અને એરપોર્ટ પર જ સરદાર પટેલની પ્રતિમાને પીએમ મોદી અને અમિત શાહ પુષ્પાંજલિ કરશે. જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. ત્યાંથી રોડ શો સ્વરુપે પીએમ મોદી અને અમિત શાહ શહેરના ભાજપના કાર્યાલય ખાનપુર પહોંચશે. જ્યાં જનસભાને સંબોધન કરશે. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આ અભિવાદન સમારોહમાં હાજર રહેશે. સભા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સભા બાદ અથવા તો વહેલી સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને 27 મેના રોજ દિલ્હી માટે રવાના થશે.
2014માં જીત બાદ પણ કરી હતી ખાનપુરમાં સભા
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું.
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત
એક તરફ માની મમતા અને બીજી તરફ સમગ્ર વિશ્વ રાખવામાં આવે તો પણ તોલ ન બેસે. વ્યક્તિ સામાન્ય હોય કે દિગ્ગજ નેતા, મા પાસે આવે એટલે મમતાના સાગરથી ભીંજાયા વીના રહે નહીં. ત્યારે દેશના મહાનાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ મોટું કામ કરતા પહેલા માતાને મળીને આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. ગાંધીનગરમાં ભાઇના ઘરે રહેતા માતા હિરાબાને મળીને નરેન્દ્ર મોદી આશીર્વાદ લઈને માતા સાથે વાતચીત કરી મોઢું મીઠું કરે છે. 2014ની ચૂંટણી જીત્યા બાદ શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી માતાને મળીને આશીર્વાદ લીધા હતા. ત્યારે લોકસભા 2019ની ચૂંટણી સમયે પણ તેઓએ મતદાન કર્યા પહેલા માતાના આશીર્વાદ લેવા ગાંધીનગર પહોંચ્યા હતા. 30 મેના રોજ શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર આવી રહ્યાં છે. પોતાના જન્મ દિવસે પણ નરેન્દ્ર મોદી માતાને મળવા અચૂક જાય છે. માતાને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માતાની મમતા, માતાના આશીર્વાદ, જીવન જીવવાની જડીબુટ્ટી છે.
પીએમ મોદીનું શિડ્યુઅલ
- સાંજે 6.00 કલાકે એરપોર્ટ પર આગમન
- સાંજે 6.15 કલાકે એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
- સાંજે 6.50 કલાકે જે.પી.ચોક, ખાનપુરમાં સભા
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે