પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી

આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 
પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી

અમદાવાદ :આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 

તેમણે ટ્વિટરમાં લખ્યું કે, રથયાત્રાના પાવન પર્વ પર તમામ લોકોને મારી શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથની પ્રાર્થના કરીએ અને તમામ માટે સારુ સ્વાસ્થય, સુખ અને સમૃદ્ઘિ માટે તેમનો આર્શીવાદ માંગીએ. જય જગન્નાથ... ટ્વિટર પર તેમણે ભગવાન જગન્નાથની રથયાત્રાની તેમની જૂની તસવીરો પણ શેર કરી છે.

We pray to Lord Jagannath and seek his blessings for the good health, happiness and prosperity of everyone.

— Narendra Modi (@narendramodi) July 4, 2019

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી હાલ ભલે દિલ્હીની ગાદી પર બિરાજમાન હોય, પણ તેઓ રથયાત્રા માટે ભગવાનને અચૂકપણે યાદ કરીને પ્રસાદ મોકલે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને અર્પણ કરવા માટે પ્રસાદનું પેકેટ મોકલ્યુ છે. જેમાં મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ સામગ્રી મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરી છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પીએમ મોદીના પ્રસાદ વિશેની માહિતી આપી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news