જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાશે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જાંબુઘોડામાં PM મોદીની મોટી જાહેરાત

PM નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા જણાવ્યુંકે, અંગ્રેજોના જમાનાથી એવો કાયદો હતો કે તમે વાંસ કાપી ન શકો. વાંસ એ ઝાડ છે. ઝાડ કાપો તો જેલ થાય. એવો કાયદો હતો. મેં કાયદો જ બદલી નાંખ્યો, કે આ વાંસ એ ઝાડ નોંય આ તો એક પ્રકારનું ઘાસ છે. અને ખેડૂત આદિવાસીઓ ઘાસ ઉગાડી પણ શકે ઘાસ કાપી પણ શકે.

જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાશે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જાંબુઘોડામાં PM મોદીની મોટી જાહેરાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ હવે ગરીબ મા-બાપનો દિકરો પણ પોતાની ભાષામાં ડોક્ટર ઈજનેર બની શકશે. અંગ્રેજી ના આવડતું હોય તો નહીં ચાલે એવું નથી. હું ગુજરાતી ભાષમાં વિદ્યાર્થીઓ ભણી શકે તેવી વ્યવસ્થા આદિવાસી વિસ્તારોમાં કરીશ. મારી આદિવાસી ભાઈઓ-બહેનો માટે મેં કામ કર્યું. વોટ લેવા હોત તો અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોને પકડ્યા હોત. મારે તો આદિવાસીઓનો વિકાસ કરવો છે. પંચમહાલ-દાહોદને મેં ભેગા કરી દીધાં છે. ભગવાન રામ હતા ત્યારે પણ આદિવાસીઓ હતાં. શબરી માતાને યાદ કરીએ છીએ આપણે બધા. આદિવાસીઓ આદિકાળથી ચાલ્યા આવે છે. ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી દેશમાં અલગ આદિવાસી મંત્રાલય બન્યું. બાકી આ પહેલાં કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કામ કર્યું નથી.

PM નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા જણાવ્યુંકે, અંગ્રેજોના જમાનાથી એવો કાયદો હતો કે તમે વાંસ કાપી ન શકો. વાંસ એ ઝાડ છે. ઝાડ કાપો તો જેલ થાય. એવો કાયદો હતો. મેં કાયદો જ બદલી નાંખ્યો, કે આ વાંસ એ ઝાડ નોંય આ તો એક પ્રકારનું ઘાસ છે. અને ખેડૂત આદિવાસીઓ ઘાસ ઉગાડી પણ શકે ઘાસ કાપી પણ શકે. 

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, દર વર્ષે અમારા આદિવાસીઓના ભગવાન એવા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે જનજાતિ ગૌરવ દિવસ ઉજવવામાં આવશે. 15 નવેમ્બરના રોજ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. મારા ગરીબ, દલિત, આદિવાસી સમાજ માટે મારી ખાસ લાગણી છે. યુવાનોને પઢાઈસ કમાઈ, ખેડૂતોને સિંચાઈ અને વડીલોને દવાઈ આમાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ એના ઉપર અમે ધ્યાન આપ્યું છે. અમારો ગરીબ પરિવાર ભૂખ્યો ન રહે તે માટે સરકાર દર વર્ષે અનાજ આપે છે. દર વર્ષે 80 કરોડ લોકોને અમે અનાજ મફત આપીએ છીએ. હું ઈચ્છુ કે કોઈને માંદગી ન આવે, પણ જો આવે તો ડરતા નહીં અમે બેઠાં છીએ. વિશ્વમાં ખાતરની થેલી 2 હજાર રૂપિયામાં મળે છે. અમારી સરકાર એ જ થેલી ખેડૂતોને માત્ર 260 રૂપિયામાં આપે છે. 

જાંબુઘોડામાં પ્રધાનમંત્રીએ વિશાળ જનસમુદાયને સંબોધન કર્યું. જાંબુઘોડાના પર્યટનનું આકર્ષણ બનાવવામાં આવશે. અહીં ઈકો ટુરિઝમ પણ ઊભું કરાશે. આગામી દિવસોમાં જાંબુઘોડામાં 842 કરોડના ખર્ચે વિકાસ કાર્યોને વેગ અપાશે. જેનું ખાતમૂહર્ત પીએમ મોદીએ કર્યું.  જાંબુઘોડામાં વન્યજીવન જોવા માટે લોકો દૂર દૂર આવે છે. 

પીએમ મોદીએ રેલીને સંબોધતા જણાવ્યુંકે, ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટો હોય કે શહેરી વિસ્તાર અમે ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ. આમાં કોઈ તમને ભરમાવી ન જાય ચૂંટણીમાં તેનું ધ્યાન રાખજો. આપણે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરવો છે. આજે હજારો આદિવાસીઓ સરકારી યોજનાઓનો લાભ લેતા થયા છે. પંચમહાલ અને ગોધરામાં હવે પોતાની મેડિકલ કોલેજ છે. આદિવાસી વિસ્તારોમાં 10 હજાર જેટલી શાળાઓ બનાવવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news