ગુજરાતની સૌથી મોટી દિવાળી 31 ઓક્ટોબરે આવી રહી છે : PM મોદી

ગુજરાતની સૌથી મોટી દિવાળી 31 ઓક્ટોબરે આવી રહી છે : PM મોદી

દિવાળીએ કારના રૂપે બોનસ આપીને સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. સુરતના ડાયમંડ કિંગ અને હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં 600 કાર આપી છે. આજે બોનસ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કર્મચારીઓને આવી ગિફ્ટ આપવા બદલ સવજીભાઈનું અભિવાદન કર્યું હતું. 

સવજીભાઈ ધોળકિયાએ આજે પોતાના કર્મચારીઓને 600 કાર બોનસરૂપે ભેટમાં આપી છે. તો બીજી તરફ, તેમણે કેટલાક કર્મચારીઓને મકાન પણ આપ્યા છે. આજે દિવ્યાંગ કર્મચારીઓને કારની ચાવી સોંપાઈ હતી. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરીને કર્મચારીઓમાં નવો જુસ્સો ભર્યો હતો. તેમણે સવજીભાઈને અભિનંદન આપતા કહ્યું હતું કે, કર્મચારીઓનો ઉત્સાહ આવી રીતે જ વધારવામાં આવે તો કર્મચારીઓ બમણી તાકાતથી કામ કરી શકે છે. તેમણે કહ્યું કે, ન્યૂ ઈન્ડિયાના વિકાસ માટે સવજીભાઈનું મહત્વનું યોગદાન રહ્યું છે.

32.jpg

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની દુનિયા અલગ છે. વૈભવ, મોજ મસ્તી બધુ જ છે. આવામાં આપણા સંસ્કારો બચાવી રાખવા, સતર્ક રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. નહિ તો બધુ જ માટીમાં મળી જશે. તેથી આપણી પાસે વૈભવ, સુખ સમૃદ્ધિ માટે સંસ્કાર પણ જાળવી રાખજો. હરેકૃષ્ણ નામ જ એવું છે, જેના નામમાં સંસ્કારના સુગંધ આપોઆપે આવે છે. આ પરંપરા માટે સવજીભાઈના આખા પરિવાર માટે આખા હરકૃષઅમ ગ્રૂપને અભિનંદન આપું છું. બધાને દિવળી, ધનતેરસની શુભકામનાઓ. હું 31 ઓક્ટોબરે ગુજરાત આવી જ રહ્યો છું. આ દિવસે સરદારની પ્રતિમા આખા દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. જે ગુજરાતની શાન બની જશે. ગુજરાતમાં સૌથી મોટી દિવાળી 31 ઓક્ટોબરે આવી રહી છે, દરેક ગુજરાતીને હવે શાનથી જોવાશે.  

સવજીભાઈના વખાણ કર્યાં
રોજગાર અને કારોબાર માટે ગુજરાત અને સુરતની ઓળખ દુનિયાભરમાં છે. સવજીભાઈ જેવા લોકોને કારણે સુરતની ચર્ચા આર્ટ ઓફ ગિવિંગ માટે પણ થાય છે. વેપાર માનવતાનું કેન્દ્ર પણ બની શકે છે તે તેમણે દુનિયાને બતાવ્યું છે. તેમના વેપારમાં વ્યાવહાર, સદાચાર અને પરોપકાર પણ સામેલ હોય છે. આજે તેમણે જે પણ મેળવ્યું છે, તેમની પાછળ તેમના વિચારો અને આખા પરિવારની મહેનત છે. પરંતુ તેમનામાં સંવેદનશીલતા અને બીજા માટે જીવવાનો ભાવ પણ છે.

સવજીભાઈની 600 કારની દિવાળી ભેટ પર પીએમ મોદીનું સંબંધોન, જુઓ Video

સવજીભાઈએ સીએસઆરને નવુ રૂપ અપાયું
દુનિયા ભલે આજે દિવાળી પર અપાતા અનોખા ઉપહાર માટે તેમને ઓળખ, પણ આ તેમના વિરાટ વિચારનો હિસ્સો છે. હજારો બાળકોની શિક્ષાની જવાબદારી, વૃદ્ધ માતાપિતાને યાત્રા કરાવવી તેમજ કર્મચારીઓનો વીમો ઉતારવાનો હોય,
આ બધુ જ મુશ્કેલ સમયે પરિવારને કામમાં આવે છે. સવજીભાઈએ સીએસઆરને નવું રૂપ આપ્યું છે.

હીરા વેપારમાં દુનિયામાં સુરતનું મોટું યોગદાન
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેને પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલા લેવાયા છે. સ્પેશિયલ નોટિફાઈડ ઝોન બનાવાયા છે. લેબમાં તૈયાર કરાયેલ ડાયમંડ માટે અલગથી આઈપીસીની વ્યવસ્થા કરવામાં આવી છે. વેસ્ટેજ એન્ડ વેલ્યુ એડિશનથી જોડાયેલ નિયમોમાં સંશોધન કરાયું છે. ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં ભાગ લેવા માટે ફાઈનાન્શિયલ મદદ કરવામાં આવી રહી છે. તમને તમારી ડિઝાઈનને આંતરરાષ્ટ્રીય સ્વરૂપે રજૂ કરવા માટે તે માટે સુવિધા ઉભી કરવામા આવી છે. હવે ઈ-કોમર્સને કારણે તેનો ઉપયોગ વધારી દેવાયો છે. સરકારનો પ્રયાસ છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર મજબૂત થાય. કેમ કે મેક ઈન ઈન્ડિયાનો મજબૂત સ્તંભ છે. દેશના ઈતિહાસમાં મોટો હિસ્સો છે. રોજગારમાં પણ મોટો હિસ્સો છે. પોલિશ્ડ કરાયેલ હીરાના મામલે ભારત આજે ટોપ પર છે. સુરતનું તેમાં મોટું યોગદાન છે.  

વડાપ્રધાને સવજીભાઈના હરિકૃષ્ણ સરોવર પ્રોજેક્ટના વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારતની યોજના, જે મોદી કેર તરીકે પ્રખ્યાત છે તે વિશે પણ વાત કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news