PM મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપી, જાણો CM એ ફોન પર PM સાથે શું વાત કરી

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

PM મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપી, જાણો CM એ ફોન પર PM સાથે શું વાત કરી

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે નવા વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને લખ્યુંકે, સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!! આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય….નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ  સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન...

 

આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય….નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન...

— Narendra Modi (@narendramodi) October 26, 2022

 

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2079ના પ્રારંભ દિને પ્રધાનમંત્રી મોદી સાથે સવારે ટેલીફોનિક વાતચીત કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમના આશીર્વાદ મેળવ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ સંવત 2079 નું આ નૂતન વર્ષ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઉન્નતિમય, પ્રગતિશીલ અને વિકાસ સહ સમુદ્ધિદાયક બને તેવી મંગલ કામનાઓ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા વાતચીતમાં પાઠવી હતી.

આ ઉપરાંત આજે નૂતન વર્ષ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચદેવ મંદિરના દર્શને પહોંચ્યા. જે બાદ અડાલજ ખાતે ત્રિ-મંદિરમાં પૂજા અર્ચના કરી. ત્યાર પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યાં. રાજ્યપાલ અને અમિત શાહને પણ શુભેચ્છાઓ પાઠવી. એટલું જ નહીં આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. અને સૌ કોઈના મંગળ જીવનની કામના કરી. તેમણે કહ્યુંકે, આવનારું નવું વર્ષ ગુજરાત અને તમામ ગુજરાતીઓ માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારું ફળદાયી નિવડે તેવી શુભેચ્છાઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news