PM Modi Gujarat Visit: PM મોદીએ કહ્યું; 'સૌરાષ્ટ્ર ઉંધી રકાબી જેવું, આખી નર્મદા નદી આપણે સૌરાષ્ટ્રમાં ઉપર સુધી પહોંચાડી'
PM Modi Gujarat Visit: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ધોરાજી સભા સ્થળે હેલિપેડ ખાતે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમને વધાવવા માટે ધોરાજી આતુર બન્યું છે.
Trending Photos
Gujarat Election 2022: ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે પીએમ નરેન્દ્ર મોદી પોતાના ગઢમાં ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવી. હવે તેઓ ધોરાજી પહોંચ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી જાહેરસભા સંબોધી.
પીએમ મોદી ધોરાજીથી Live:
- બપોરનો સમય હોય, અને અમારા રાજકોટનો સ્વભાવ...કહી હસ્યાં...
- બપોરના સમયે જંગી જનમેદની...
- ફિર એક બાર મોદી સરકારના નારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવ્યા
- બે દાયકાના આપણાં સંયુક્ત પુરુષાર્થનું પરિણામ છે, ભાજપને જનતાના અસીમ આશીર્વાદ મળી રહ્યા છે.
- ગુજરાતીઓના જોમ-જુસ્સાની સાથે નિર્માણ, નિકાસ અને રોકાણના કારણે મારા ગુજરાતનો ડંકો વાગે છે
- ભાજપનું એક જ લક્ષ્ય, આપણું ગુજરાત વિકસિત અને સમૃદ્વ બને.
- ભાજપ સરકાર ભારે બહુમતી થી બનવાની છે સર્વે અને ટીવી ડિબેટોમાં ચર્ચા થાય છે - પ્રધાનમંત્રી
- હું તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
- તમારા આશીર્વાદ મારા માટે એટલે જ મહત્વના છે. ગુજરાતના નાગરિકો, કચ્છ-કાઠિયાવાડના નાગરિકો તમે મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે.
- ધોરાજી થી અમદાવાદ જવું હોય તો ફોન કરી પૂછવું પડતું, કરફ્યુ છે કે નહીં - પ્રધાનમંત્રી
- કોમી દાવાનળમાં જીવતા...હવે શાંતિ છે કે નહીં - પ્રાધાનમંત્રી
- સરકાર અને પ્રજા સાથે મળીને કામ કરે તો કેટલું મોટી પરિણામ આવે તે ગુજરાતે કરી બતાવ્યું છે - પ્રધાનમંત્રી
- ગઈ વખતે ધોરાજીમાં થોડુંક ચુકી ગયા હતા...બોલો શું ફાયદો થયો ? - પ્રધાનમંત્રી
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં પાણી તંગીનો મુદ્દો ઉઠાવ્યો, પીએમ મોદીએ કહ્યું, સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની તંગી સર્જાતી. રાજકોટમાં કુંડીઓ બનાવી પાણી ભરવું પડતું. ટેન્કરો આવે ત્યારે રાજકોટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા પડતા..
- પીએમ મોદીએ કહ્યું, આપણે સેંકડો વાવ ફરી ખોલાવી, દરેક વાવમાં પાણી પહોંચાડ્યા. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરી પાણી પહોંચાડ્યા છે. ગુજરાતના લોકો પાણીદાર છે. પાણીની સમસ્યામાંથી મુક્તિ માટે મહાયજ્ઞ ચલાવ્યો.
- 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું ગુજરાતે અભ્યાન ચલાવ્યું હતું - પ્રધાનમંત્રી
- અગાઉની સરકાર પાણીની ચિંતા નહોતી કરતી. ખેતરનું પાણી ખેત, સીમનું પાણી સીમમાં રાખ્યા, આપણા પ્રયાસથી પાણીના તળ ઉંચા આવ્યા.
- આજે 14000 ગામમાં અને લગભગ અઢીસો જેટલા શહેરોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચેને એની વ્યવસ્થા કરી છે. આજે એનું જ પરિણામ છે, કે ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચ્યું છે.
- જન ભાગીદારીના કારણે આજે પાણી મળે છે.
- ધોરાજીની સભામાં પ્રધાનમંત્રી મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી અને મેઘા પાટકર પર નિશાન સાધ્યું, કહ્યું નર્મદાનું પાણી રોકનારા બહેનના ખભે હાથ રાખી કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે.
- પીએમ મોદીએ કહ્યું, તમે છાપામાં ફોટા જોયા હશે.
- ગુજરાતી વિરોધી લોકો સાથે અમુક યાત્રા કરે છે.
- પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ કયા મોઢે વોટ માગવા આવે છે એ પુછજો
- નર્મદાનું પાણી ત્રણ ત્રણ દાયકા સુધી રોકી રાખ્યું
- સૌરાષ્ટ્ર ઉંધી રકાબી જેવું, આખી નર્મદા નદી આપણે સૌરાષ્ટ્રમાં ઉપર સુધી પહોંચાડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
- ગુજરાત વિરોધી લોકો સાથે અમુક લોકો યાત્રા કરે છે
- નર્મદાને લઈને કેટલાં ડખા થયા છે.
- નર્મદા વિરોધીના ખભે હાથ મૂકી કોંગ્રેસ નેતા દોડે છે
- ગુજરાતમાં આજે નળથી જળ આવે છે.
- પાણીની ટાંકીના ઉદ્દઘાટનના ફોટો છાપામાં છપાતા
- આવનારી પેઢીને વલખા ન મારવા પડે તે ભાજપના કામ
- ગુજરાતના ગવર્નર પ્રકૃતિ ખેતીનું અભિયાન ચલાવે છે તેના અભિનંદન આપું છું - પ્રધાનમંત્રી
- ખેડૂત સરકારને વિજળી આપે તેવું કામ કરવાનું છે
- એક જમાનામાં ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, આજે ગુજરાતમાં વિમાન બનવા લાગ્યા છે.
- અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાના છે
- ખેડૂત સરકારને વીજળી આપે તેવું કામ કરવાનું છે.
- ગુજરાતના ગવર્નર પ્રકૃતિ ખેતીનું અભિયાન ચલાવે છે તેના અભિનંદન આપું છું - પ્રધાનમંત્રી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીએમ મોદીનું આગમન થયું. ત્યારબાદ ધોરાજી સભા સ્થળે હેલિપેડ ખાતે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમને વધાવવા માટે ધોરાજી આતુર બન્યું હતું. પીએમ મોદીના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધોરાજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પીએમ મોદી થોડીવારમાં ધોરાજીમાં જાહેર સભાને સંબોધન કરશે. જેથી ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સભા સ્થળે ઉમટી પડ્યા છે.
પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીને આવકારવા લોકો ઉત્સાહિત બન્યા છે. અહીં ગોંડલ, ધોરાજી, જેતપુર, પોરબંદર અને કુતિયાણા બેઠકના ઉમેદવાર સભામાં ઉપસ્થિત રહેશે. 5 વિધાનસભાના 50,000 જેટલા લોકો સભામાં ઉપસ્થિત રહ્યા.
ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાનું નિવેદન
ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ આ પ્રસંગે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તમામ 5 બેઠક પર કમળ ખીલાવી દેવામાં આવશે. તમામ 5 બેઠક પર ભાજપના ઉમેદવારની જીતનો દાવો છે. ધોરાજી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા છે. 2017માં ધોરાજી બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી.
ધોરાજી બેઠકમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,50,287 છે. જેમાં 1,31,106 પુરુષ મતદારો અને 1,19,181 મહિલા મતદારો છે. જયારે જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.
- લેઉવા પટેલ 62,500 મતદારો
- કડવા પટેલ 57,500 મતદારો
- લઘુમતી સમાજ 45,000 મતદારો
- આહીર સમાજ 20,000 મતદારો
- ક્ષત્રિય સમાજ 12,000 મતદારો
- દલિત સમાજ 12,000 મતદારો
- અન્ય સમાજ 40,000 મતદારો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે