Pharmacy Admission 2023: શું તમે પણ ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો? જાણી લો આ વિગતો

Pharmacy Admission 2023: ફાર્મસીમાં એડમિશન માટે આ તારીખથી શરૂ થશે પ્રોસેસ, જાણી લો સંપૂર્ણ વિગતો માત્ર એક જ ક્લિકમાં. 9 હજાર બેઠકો માટે થશે કાર્યવાહી...

Pharmacy Admission 2023: શું તમે પણ ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો? જાણી લો આ વિગતો

Pharmacy Admission 2023/ અતુલ તિવારીઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ અહીં મહત્વના સમચાર છે. એડમિશન કમિટિ દ્વારા આગામી 9મી મેથી ફાર્મસીમાં એડમિશન પ્રક્રિયા હાથ. ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે. કારણકે, સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ફાર્મસીમાં એડમિશન લેવાની રાહ જોઈને બેઠા હોય છે.

જાણો વિગતવારઃ

  • રાજ્યના આવેલી ફાર્મસી કોલેજો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાશે
  • 9 મેથી રાજ્યમાં આવેલી ફાર્મસી કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ
  • 16 જૂન સુધી ફાર્મસીની કોલેજોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
  • ACPC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે
  • રાજ્યમાં આવેલી 103 સંસ્થાઓ, કુલ 9070 બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે
  • રજીસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીઓએ માર્કશીટ અપલોડ કરવાની રહેશે નહીં
  • HSC માં 50 પરસેન્ટાઇલ અને 50 ટકા ગુજકેટના પરિણામને આધારે રજીસ્ટ્રેશન થશે
  • ત્યારબાદ ઓનલાઈન મેરીટ જાહેર કરી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે

આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ  BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી
આ પણ ખાસ વાંચોઃ  સી પ્લેન અંગે આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે તમારું મન! સરકાર કરી રહી છે મોટી વિચારણા

એવામાં શિક્ષણ વિભાગ દ્વારા અને ખાસ કરીને સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામ (12 Science Result) બાદ ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરુ થઈ ગયું છે. ફાર્મસીમાં પ્રવેશ માટે અત્યારથી જ વિદ્યાર્થીઓ હોડ લગાવી રહ્યાં છે.

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

આ ઉપરાંત ડિગ્રી ફાર્મસીમાં પમ પ્રવેશ માટે રજીસટ્રેશન 9મી મેના રોજથી શરુ થશે. જે પ્રક્રિયા 5મી જુન સુધી ચાલશે. ફાર્મસીમાં હાલમાં 9070 બેઠકો છે. ધોરણ 12 સાયન્સના પરિણામની સાથે જ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ઉપરાંત રાજ્યની 100થી વધુ ફાર્મસી કોલેજોમાં પણ પ્રવેશ માટે 9મીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવશે. આ અંગે પ્રવેસ સમિતિના સભ્ય જણાવે છે કે ફાર્મસી માટે આગામી 9મીથી 5 જુન સુધી રજીસ્ટ્રેશન કાર્યવાહી ચાલવાની છે. ઉલ્લેખનીય છે કે ફાર્મસીમાં ગત વર્ષે સૌથી મોડી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news