ગુજરાતમાં વધુ એક પેપરલીક ; PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા

ગુજરાતમાં વધુ એક સરકારી નોકરી માટેની પરીક્ષા વિવાદમાં આવી છે. વધુ એક પરીક્ષામાં પેપર સીલ તૂટવાનો આરોપ ઉઠ્યો છે. રાજકોટમાં PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં વિવાદ સર્જાયો છે. રાજકોટ સેન્ટર ઉપર ક્લાસમાં 20 વિદ્યાર્થીઓના પેપરનું સિલ તૂટેલ હોવાનો આક્ષેપ થયો છે. ચૌધરી હાઈસ્કુલના કેમ્પસમાં આવેલ એક શાળામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. 
ગુજરાતમાં વધુ એક પેપરલીક ; PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા

નવનીત લશ્કરી/રાજકોટ :ગુજરાતમાં વધુ એક સરકારી નોકરી માટેની પરીક્ષા વિવાદમાં આવી છે. વધુ એક પરીક્ષામાં પેપર સીલ તૂટવાનો આરોપ ઉઠ્યો છે. રાજકોટમાં PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં વિવાદ સર્જાયો છે. રાજકોટ સેન્ટર ઉપર ક્લાસમાં 20 વિદ્યાર્થીઓના પેપરનું સિલ તૂટેલ હોવાનો આક્ષેપ થયો છે. ચૌધરી હાઈસ્કુલના કેમ્પસમાં આવેલ એક શાળામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. 

અગાઉની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેમ PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ ગેરરીતિ થયાની ગંધ આવી છે. પરીક્ષા આપવા આવેલા 20 ઉમેદવારોએ ફરિયાદ કરી કે, તેમના હાથમાં આવેલુ પેપરનુ સીલ તૂટેલુ હતુ. જેથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક પ્રિન્સીપાલને જાણ કરી હતી. જેથી તેઓએ તાત્કાલિક અસરથી પગલા લેવાની વાત કરી હતી.

એક ઉમેદવારે કહ્યુ કે, પર્સનલ પેપરમાં જે સીલ હતા તે તૂટેલા હતા. મારી ક્લાસમાં લગભગ 17 સીલ તૂટેલા હતા. અમે આ વિશે ફરિયાદ કરી. જેટલાના સીલ તૂટેલા હતા, તેમની સહી લઈને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જે પેપરમાં અરજી કરી તેના કરતા બીજા પેપરમાં સહી કરાવાઈ હતી. 

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પરીક્ષા આપવા પહોંચે. પહેલીવાર નથી કે ઢાંકપિછોડો કરીએ, અહી તો વારંવાર પેપર ફૂટે છે. સરકારી નોકરીમાં ભાઈ-ભતીજાવાદનુ જે કાવતરુ ચાલે છે, તેમાં મહેનત કરતા વિદ્યાર્થીઓનુ સપનુ રગદોળાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news