લોકોની સુરક્ષા કરનાર પોતેજ સુરક્ષિત નથી, સ્ટેશનમાં પોલીસ પર હુમલો કરી શખ્સ ફરાર

પોલીસ બનાવ સ્થળેથી બન્ને ભાઈઓને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી કરવા લાગી. તે દરમિયાન ફરજ પર હાજર પોલીસકર્મી પોપટભાઈ બીરબલની અરજી તેના ભાઈ વિરૂદ્ધ લખી રહ્યા હતા

લોકોની સુરક્ષા કરનાર પોતેજ સુરક્ષિત નથી, સ્ટેશનમાં પોલીસ પર હુમલો કરી શખ્સ ફરાર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં લોકોની સુરક્ષા કરનાર પોલીસ પોતેજ સુરક્ષિત નહી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ છે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો. જ્યાં પોલીસકર્મી પર જ હુમલો કરી શખ્સ ફરાર થઈ ગયો. હાલ પોલીસકર્મી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે.

શહેરીજનોની સુરક્ષા જેમની જવાબદારી છે એવા ખુદ સુરક્ષાકર્મી પોલીસ જ સુરક્ષિત નથી. વાત છે અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તાર જેમાં બીરબલ પલાશ અને તેનો ભાઈ જીજ્ઞેશ પલાશ તેમજ તેનો અન્ય પરિવાર એકજ છાપરા નીચે અલગ અલગ રહેતા હતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા હતા. ગઇકાલે રાતના સમયે મોબાઈલ ચાર્જ કરવાની બાબતે બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થતા પોલીસને બોલાવવી પડી હતી.

પોલીસ બનાવ સ્થળેથી બન્ને ભાઈઓને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી કરવા લાગી. તે દરમિયાન ફરજ પર હાજર પોલીસકર્મી પોપટભાઈ બીરબલની અરજી તેના ભાઈ વિરૂદ્ધ લખી રહ્યા હતા અને પોલીસે જીગ્નેશને અંદર બેસાડ્યો હતો. અરજી લખ્યા બાદ એક પોલીસકર્મી તે અરજીને PSO પાસે આપવા ગયા હતા. જે દરમિયાન બીરબલ અને પોલીસકર્મી પોપટભાઈ વચ્ચે કઈક વાતચીત થઈ હતી. જેમાં ઉશ્કેરાઇને બીરબલ દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને પોપટભાઇ ઇજાગ્રસ્ત કરી ત્યાંથી નાસી છૂટયો હતો.

ફરાર થયેલો આરોપી બીરબલ વિશે પોલીસ પાસે એવી હકીકત સામે આવી છે કે બીરબલ વટવા GIDC વિસ્તારનો બુટલેગર છે. અને તેના વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન નાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. પરંતુ આ વખતે બીરબલ અને તેના ભાઈ જીજ્ઞેશનાં ઝગડામાં પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ પોલીસ સ્ટેશનના ઇન્વે. રૂમમાં પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોપટભાઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ બનાવ બાદ ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં વટવા અને મણીનગર નાં પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી હુમલાખોર બીરબલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીરબલ વિરૂદ્ધ ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news