Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી. 
Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી. 

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે બળાત્કારની ઘટના બની હતી. વેજલપુરમાં એક મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર ગુજારાયો હતો. બે શખ્સો મહિલાને ઘરમાંથી ઉપાડી લઈ ગયા હતા અને તેને બાઈક પર બેસાડીને ફેરવી હતી. તેના બાદ સરખેજ સહિત અન્ય જગ્યાએ પીડિતાને લઈ જઈને આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહિ, નરાધમોએ દુષ્કર્મ આચરી મહિલાના ફોટો અને વીડિયો પણ વાયરલ કર્યા હતા. ત્યારે લોકોને આ બાબત જાણ થતા જ તેઓએ બળાત્કારીઓને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 

બંને આરોપીએને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી પણ મંગાવી હતી. તેમજ તેમની શિક્ષાનો વીડિયો પણ ઉતારાયો હતો. ઉપરના વીડિયોમાં જોઈ શકાશે કે, કેવી રીતે લોકોએ આરોપીઓને બોધપાઠ શીખાવાડ્યો હતો. પીડિતાએ ગઈકાલે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ ઘટનામાં પોલીસ પાસે એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવે એક પેટ્રોલપંપના છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ટુ વ્હીલર પર સવાર બે યુવકો કેવી રીતે એક મહિલાને ડરાવી-ધમકાવી રહ્યાં છે. તેઓ મહિલાને ધક્કો મારીને ગાડી પર પણ બેસાડી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news